ગુજરાતમાં કોવિડ કરફ્યુનો કડક અમલ કરાવવામાં આવશે: આશિષ ભાટિયા

| Updated: January 22, 2022 4:05 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધતા જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાના કેસો વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. ત્યારે રાજય પોલીસ વડા આશિષ ભાટિયાએ કોરોના કેસ વધતા ચર્ચા કરી હતી. જેમાં રાત્રિ કફર્યૂનો પાલન કરાવવા માટે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરાશે તો તેઓની સામે કાર્યવાહી કરવા કહ્યું છે.

આશિષ ભાટિયાએ જણાવ્યું કે, છેલ્લા અઠવાડિયામાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 97903 રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે અને ભીડ મુદ્દે 3830 ગુના દાખલ કરાયા છે અને 3206 લોકોની ધરપકડ પણ કરાઈ છે. તો રાત્રિ કર્ફ્યૂ ભંગમાં 381 વાહન ડિટેઈન કરાયા છે. આ સિવાય વધુમાં કહ્યું કે લગ્નમાં 150 લોકોને જ મંજૂરી છે.

તમને જણાવી દઈએ કે, ગત રાજયમાં છેલ્લા 24 કલાકમાં 21,225 લોકો પોઝિટિવ આવ્યા હતા અને 9245 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા. જયારે 16 લોકોના મોત પણ થયા હતા. જયારે સુરતમાં ગત 2124 અને અમદાવાદમાં 8627 કેસ નોંધાયા હતા. તો બીજી બાજુ 50થી વધુ બાળકો સંક્રમિત થયા હતા. આ બાળકો 10 થી 15 વર્ષની વચ્ચેના છે. બાળકો હોમ આઇસોલેશનમાં છે અને આરોગ્ય ટીમ દ્વારા કીટ પણ આપવામાં આવે છે.

Your email address will not be published.