ધોરણ 10માં ગણિતના પેપરમાં બે વિકલ્પઃ સાયન્સ ન ભણવું હોય તેમને રાહત થશે

| Updated: July 14, 2021 9:48 pm

ધોરણ 10માં હવે વિધાર્થીઓને ગણિતના પેપરમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે પેપરનો વિકલ્પ મળશે. જે વિધાર્થીઓ ધો. 10 પછી સાયન્સ નથી લેવા માંગતા તેઓ બેઝિક પેપરના વિકલ્પને પસંદ કરી શકશે. જે વિધાર્થીઓ દસમા પછી સાયન્સ ભણવા માંગે છે, તેવા વિધાર્થીઓ સ્ટાન્ડર્ડ પેપરની પસંદગી કરવી પડશે. જે વિધાર્થીઓ ગણિત વિષયમાં નબળા છે તેમને ઘ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સાયન્સ સિવાય કોર્મસ અને આર્ટસમાં ગણિત વિષયનું મહત્ત્વ વધારે નથી હોતું. આમ મોટા પ્રમાણમાં એવા વિધાર્થીઓ જેમને ભવિષ્યમાં કોર્મસ કે આર્ટસ વિષયમાં ભણવા ઈચ્છુક હોય તેમને નુકસાન થતું હોય છે. આ નુકસાનને ઘટાડવાના હેતુસર આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

અહીં, ધોરણ 10 ની ગણિતની પુસ્તકમાં કે અભ્યાસ ક્રમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. વિધાર્થી જ્યારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરવા જશે ત્યારે તેને પેપરના વિકલ્પની પસંદગી કરવાની રહેશે. સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર બેઝિક ગણિત કરતા થોડું વધારે અઘરું હોઈ શકે છે.

જે વિધાર્થીઓ ભવિષ્યમાં સાયન્સ લેવા માંગતા હોય તે વિધાર્થીઓ સ્ટાન્ડર્ડ પેપરની પસંદગી કરવાની રહેશે. સ્ટાન્ડર્ડ પેપરની જગ્યાએ બેઝિક ગણિતનું પેપર આપશે તેવા વિધાર્થીઓ વિજ્ઞાનના વિષયો પસંદ નહીં કરી શકે, આ વિધાર્થીઓ જુલાઇ માસમાં લેવાનારી પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપવું પડશે.

Your email address will not be published.