ધાનેરામાં પરીક્ષા આપી પરત ફરી રહેલા વિદ્યાર્થીને કાર ચાલકે અડફેટે લેતાં મોત

| Updated: April 23, 2022 3:37 pm

ધાનેરાના સામરવાડા પાસે કાર ચાલકે એક વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થીની પરીક્ષા આપી પરત ફરી રહ્યો હતો તે વેળા અકસ્માત સર્જાયો હતો. જો કે, એક દોઢ વર્ષનું બાળક પણ ધાયલ થયું હતું ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ ગાડીના કાચ ફોડી નાખ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધાનેરાના સામરવાડા પાસે એક વિદ્યાર્થી પરીક્ષા આપી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડીના ચાલકે પુર ઝડપે પોતાની ગાડી ચલાવી વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિદ્યાર્થીનું કરુણ મોત નિપજયું હતું તેમજ દોઢ વર્ષનું બાળક પણ ઘાયલ થયું હતું.

અકસ્માતના પગલે ઘટનાસ્થળે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.આક્રોશમાં આવેલા લોકોએ સ્વિફ્ટ ગાડીના કાચ તોડી નાખ્યા હતા. લોકોની ભારે ભીડને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાયા હતા. અકસ્માત સર્જી સ્વીફ્ટ ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો.

Your email address will not be published.