વડોદરા MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની મોતની છલાંગ

| Updated: January 13, 2022 1:45 pm

ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાની પ્રખ્યાત એમએસ યુનિવર્સિટીના એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 17 વર્ષીય કિશોરે પાંચમા માળેથી ઝંપલાવી મોતને વ્હાલ કર્યું હતું. આ ઘટનાને લઈ વિદ્યાર્થી આલમમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી 798, ગોકુળનગરમાં મયુર ક્રિષ્ણા શીર્ષદ રહે છે. બુધવારે મોડી સાંજે તેણે શિવાલય હાઇટ્સમાં રહેતા મિત્રને મળવા માટે આવ્યો હતો અને તે મિત્રને મળે તે પહેલાં શિવાલય હાઇટ્સના પાંચમાં માળેથી ઝંપલાવી મોતને વ્હાલ કર્યૂં હતું. યુવકને પટકાવવાનો અવાજ આવતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભારે દોડધામ જોવા મળી હતી.

આ તમામ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પુત્રના મોત બાદ માતા અને તેના ભાઈ બહેનમાં ભારે ગમગીની જોવા મળી રહી હતી. આ અંગે પોલીસને જાણ કરતા કાફલો પણ દોડી આવ્યો હતો અને મૃતકની લાશને તાત્કાલિક પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધુમાં માહિતી મળી રહી છે કે, આ વિદ્યાર્થી અભ્યાસમાં ઘણો જ હોશિયાર હતા અને હાલ કોરોના મહામારી ચાલતી હોવાના કારણે તે ઓનલાઈન અભ્યાસ કરતો હતો. તેના ટ્યુશનનો સમય બપોર બાદ હતો જેથી તે ત્યા પણ જતો હતો.

આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલે જણાવ્યું કે, ગોત્રી રોડ શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમાં ફ્લોર ઉપરથી પડતું મૂકનાર મયરુ શિર્ષદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા દુબઇમાં રહે છે. આ બનાવને લઈ હાલ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published.