ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગ હરકતમાં

| Updated: January 3, 2022 3:16 pm

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ શાળાઓમાં કોરોનાની એન્ટ્રી થતા વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું ભંગ થશે તો તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજયની તમામ શાળાઓમાં ચુસ્ત પણે કોરોનાગાઈડલાઈનું પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં આજથી 15થી 18 વર્ષના બાળકોને વેકિસન આપવાની શરુ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં આજે શિક્ષણ મંત્રીએ એક શાળામાં રસીકરણ અભિયાનના પ્રોગ્રામમાં હાજરી આપી હતી. ત્યારબાજ તેઓએ મીડિયા સાથેની વાતચીત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું કે, જે શાળાઓમાં SOPનું પાલન નહીં થાય તે શાળામાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જયારે જે લોકોએ ઓનલાઈન અભ્યાસ કરવો હોય તેવા લોકો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુમાં મંત્રીએ રાજયની તમામ શાળાઓને જણાવ્યું છે કે, રાજયમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેથી સરકારે જાહેર કરેલ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે. જો ગાઈડલાઈનન થશે તો શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Your email address will not be published.