શા માટે રસી લીધેલા લોકોને પણ કોરોનાનો ચેપ ફરીથી લાગે છે?

| Updated: July 1, 2022 10:24 am

ન્યૂયોર્કની સંગીતકાર એરિકા માન્સિનીને એકથી વધુ વખત કોરોનાનો ચેપ લાગ્યો હતો. માર્ચ 2020 પછી ગયા ડિસેમ્બરમાં અને ફરીથી ગયા મે મહિનામાં કોરોના થયો હતો.

31 વર્ષીય એરિકાએ બુસ્ટર ડોઝ લીધો છે અને તે કહે છે કે મને એ જાણીને નવાઇ લાગે છે કે મને વારંવાર ચેપ લાગે છે.હું દર મહિને કે દર બે મહિને માંદી પડવા નથી માગતી.

પરંતુ તબીબી નિષ્ણાતો ચેતવણી આપે છે કે રોગચાળો જેમ જેમ આગળ વધે અને વાયરસ વિકસિત થાય છે તેમ તેમ ફરી ફરી ચેપની સંભાવના વધી રહી છે, અને કેટલાક લોકોને બેથી વધુ વખત કોરોના થઇ શકે છે. સંશોધન સૂચવે છે કે, જે તેમનાં આરોગ્ય માટે જોખમી નિવડી શકે છે.

આ અંગેનો જોકે કોઈ વ્યાપક ડેટા નથી, જોકે કેટલાક રાજ્યો તેની માહિતી માહિતી એકત્રિત કરે છે. ઉદાહરણ તરીકે, ન્યૂયોર્કમાં રોગચાળા દરમિયાન કુલ 58 લાખ લોકોને કોરોના થયો હતો જેમાંથી 277,000 લોકોને ફરી ચેપ લાગ્યો હતો. નિષ્ણાતો કહે છે કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે છે કારણ કે ઘણા કેસો નોંધાયા નથી.

તાજેતરમાં અનેક જાણીતી હસ્તી ફરીથી સંક્રમિત થઇ છે.યુ.એસ.ના હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ સચિવ ઝેવિયર બેસેરા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે તેમને ફરી ચેપ લાગ્યો છે.મિસિસિપીના સેનેટરેમરોજર વિકરે જણાવ્યું હતું કે તેમણે ત્રીજી ચેપ લાગ્યો છે.ટ્રુડો અને બેસેરાએ કહ્યું હતું કે તેમણે બૂસ્ટર શોટ્સ લીધો છે.

સ્ક્રીપ્સ રિસર્ચ ટ્રાન્સલેશનલ ઇન્સ્ટિટ્યૂટના વડા ડો.એરિક ટોપોલે જણાવ્યું હતું કે, કોરોનાનો ચેપ બે, ત્રણ અથવા ચાર વખત લાગે તે સામાન્ય બની રહ્યું છે. જો યોગ્ય પગલાં ન લેવાય તો આવા કેસો વધી શકે છે.

નિષ્ણાતો કહે છે કે, અગાઉના ચેપ અને રસીકરણથી મળેલી રોગપ્રતિકારક શક્તિ સમય જતાં ઓછી થઈ જાય છે, જેના કારણે ચેપની શકયતા વધી જાય છે.

વળી, વાયરસ વધુ ચેપી બનવા માટે વિકસિત થયો છે. યુકેનાં સંશોધનો દર્શાવે છે કે જ્યારે ડેલ્ટા સૌથી સામાન્ય હતો તેની તુલનામાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ સાથે ફરીથી ચેપ લાગવાનું જોખમ લગભગ સાત ગણું વધારે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવે યુ.એસ.ના મોટા ભાગના કેસોનું કારણ બનેલો ઓમિક્રોન મ્યુટન્ટ્સ થયો છે અને તે રસીકરણ અથવા ભૂતકાળના ચેપ સામે પ્રતિરોધક ક્ષમતા કેળવી રહ્યો છે. યુ.એસ.ના આરોગ્ય અધિકારીઓ હવે બૂસ્ટરમાં ફેરફાર કરવો કે નહીં તે અંગે વિચારણા કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકો ચોક્કસપણે જાણતા નથી કે શા માટે કેટલાક લોકોને જ ફરીથી ચેપ લાગે છે.જોકે તેના ઘણા કારણો હોઇ શકે છે. જેમકે આરોગ્ય અને જીવવિજ્ઞાન, ચોક્કસ પ્રકારોનો સંપર્ક, સમુદાયમાં વાયરસ કેટલો ફેલાય છે, રસીકરણની સ્થિતિ વગેરે. બ્રિટીશ સંશોધકોને જણાયું હતું કે જેમણે રસી ન લીધી હોય,યુવાન હોય અથવા પ્રથમ વખત હળવો ચેપ લાગ્યો હોય તો તેમને ફરીથી ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે.

પરંતુ યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ અફેર્સના ડેટા કહે છે કે ફરીથી ચેપ લાગવાથી પ્રથમ ચેપની તુલનામાં ફેફસાં, હૃદય અને ડાયાબિટીસ જેવી આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધે છે. 

Your email address will not be published.