ઉમરાન સામે પંજાબની હવા ટાઈટ, સનરાઈઝર્સ હૈદરાબાદે સતત ચૌથી મેચ જીતી

| Updated: April 17, 2022 8:51 pm

આઈપીએલ સિઝનની આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાલબો થયો હતો. પંજાબે પહેલા બેટિંગ કરી 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે હૈદરાબાદે 18.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી ચેઝ કરી લીધો હતો. આ દરમિયાન પંજાબની ટીમથી લિયમ લિવિંગસ્ટોને સૌથી વધુ 60 રન કર્યા હતા. જ્યારે SRH તરફથી ઉમરાન મલિકે 4 વિકેટ લીધી હતી.

પંજાબે આપેલા 152નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજી ઓવરમાં કેપ્ટન કેન વિલિયમ્સન માત્ર 3 રન કરીને આઉટ થઈ ગયો હતો. તેની વિકેટ કગિસો રબાડાએ લીધી હતી. આ દરમિયાન કેનનો કેચ કવર્સ પર ફિલ્ડિંગ કરી રહેલા શિખર ધવને પકડ્યો હતો.

પંજાબની ઈનિંગની છેલ્લી ઓવરમાં ઉમરાન મલિકે 3 વિકેટ લીધી હતી. આ ઓવરના બીજા બોલ પર તેણે ઓડિન સ્મિથને આઉટ કર્યો જ્યારે ચોથા બોલ પર રાહુલ ચાહર અને પાંચમા બોલ પર વૈભવ અરોરાને પેવેલિયન ભેગો કર્યો હતો. આક્રમક ફોર્મમાં ચાલી રહેલા લિયમ લિવિંગસ્ટોને શાનદાર બેટિંગ કરતા 26 બોલમાં તેની IPL કરિયરની ત્રીજી ફિફ્ટી ફટકારી દીધી છે.

Your email address will not be published.