સુરતમાં ફિલ્મી ઢબે બેંકમાં લુંટારુઓ ત્રાટક્યા : બંદુકની અણીએ લાખોની લૂંટ

| Updated: October 16, 2021 12:13 pm

સુરતમાં ખૂન, લૂંટ, બળાત્કાર જેવી ઘટનાઓ હવે સામાન્ય થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આજે ભરબપોરે સુરતના બારડોલીમાં કેટલાક લુંટારુઓએ ફિલ્મી ઢબે બેંકમાં લૂંટ ચલાવી હતી. બંદુક લઈને આવેલા આરોપીઓએ માત્ર 15 જ મિનિટમાં 10 લાખથી વધારેની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આ લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

લુંટારાઓએ બેંકના કર્મચારીઓને બંદુકની અણીએ બંધક બનાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના બાદ પોલીસે સુરત અને બારડોલી હાઇવે પર નાકાબંધી કરીદીધી હતી. મહત્વની બાબત છે કે ધોળે દિવસે આરોપીઓએ આ લૂંટની ઘટનાનને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

સુરતના બારડોલીમાં ધોળા દિવસે બંદૂકની અણી પર લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કના 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવી 15 મિનિટમાં રૂ.10.40 લાખની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ATM ઉપર પણ અગાઉ લૂંટનો બનાવ બન્યો હતો. ત્યાર બાદ હવે બેન્કમાં ફિલ્મી ઢબે લૂંટ થતાં ખળભળાટ મચી ગયો છે. બેન્ક સ્ટાફના કહ્યા મુજબ અચાનક જ સફેદ કલરની મોટર સાયકલ પર લૂટારુંઑ આવી બેન્કમાં પ્રવેશ્યા હતા. 3 લૂટારુંઑમાંથી 2 પાસે બંદૂક હતી. જે કર્મચારીઑ સામે બતાવી ધમકી આપી રહ્યા હતા. લૂંટ બાદ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો આરોપીને ઝડપી પાડવા કામે લાગ્યો છે. બેન્ક તેમજ અન્ય સીસીટીવી ફૂટેજની તપાસ કરાઇ રહી છે.

આ સમગ્ર ઘટનામાં બેંકમાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાનું સામે આવ્યું છે. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ATM પર અગાઉ પણ ચોરી થઇ ચુકી છે. દુરના વિસ્તારોમાં મોટા ભાગના ATM પર સિક્યુરિટી ગાર્ડનો અભાવ છે. આ સમગ્ર મામલે પોલીસના કાફલાએ વધુ તપાસ હાથ ધરી છે. સિક્યુરિટી ગાર્ડનો અભાવને કારણે લૂંટારુઑએ આસાનીથી લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઇ ગયા હતા.

Your email address will not be published. Required fields are marked *