સિંગાપોરમાં યોજનાર વર્લ્ડ સિટી સમિટ -2022 અંતર્ગત માટે ભારતમાંથી એકમાત્ર સુરત મનપાના મેયર હેમાલી બોઘાવાલાને પીએમ મોદી દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે. સુરત મનપાની સારી કામગીરીને લઈ અંગે સ્પીચ પણ આપશે. આ મહત્વપૂર્ણ ફોરમમાં વિદેશના વિવિધ શહેરોના મેયરો સમક્ષ સ્પીચ અને પ્રેઝન્ટેશન અંગેનું જરૂરી માર્ગદર્શન મેળવવા મેયર હેમાલી બોઘાવાલાએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
સમગ્ર દેશમાંથી એકમાત્ર સુરત મનપાના મેયરને નિમંત્રણ અપાયું હોવાથી મેયર ઓફિસ દ્વારા યોગ્ય માર્ગદર્શન મેળવવા તથા વિનમ્ર શુભેચ્છા મુલાકાત માટે વડા પ્રધાન કાર્યાલયને ઇ-મેઇલ કરાયો હતો અને વડા પ્રધાનનો સમય માગ્યો હતો. પીએમઓ દ્વારા સુરતના મેયરને સમય ફાળવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મેયર બોઘાવાલા વડા પ્રધાન કાર્યાલયે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંદાજે 8 મિનિટ ફાળવી હતી. પ્રધાન મંત્રી મોદીએ શુભેચ્છાની સાથે જરૂરી માર્ગદર્શન પણ તેણીને આપ્યું હતું.
આ દરમ્યાન વિશ્વના શહેરો પોતાના પ્રશ્નો અને પોતાના શહેરમાં થતી વિશિષ્ટ કામગીરીની રજૂઆત કરશે, જેના થકી શહેરો એકબીજાની સાથે પાર્ટનરશિપ કરી અનુભવોની આપ-લે કરશે. આ સમિટ તા. 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે. જેમાં સુરત શહેરને 2 જી ઓગસ્ટે આ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
સુરત શહેરમાં કોરોના સંક્રમણ સમયે જે કામગીરીઓ કરવામાં આવી અને શહેરને ઝડપથી કઈ રીતે આ સંક્રમણમાંથી બહાર લાવવામાં આવ્યું તે અંગે ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત સુરત શહેર એ કઈ રીતે ૨હેવાલાયક છે અને રહેવાલાયક બનાવવા માટે શું કરી શકાય ? તેના પર સાથે સાથે સુરત શહેર માટે અગત્યના એવા બરાજ પ્રોજેક્ટ પર પણ મેય૨ દ્વારા ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે શહેરના સુએઝ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ પ્લાન પર પણ ચર્ચા કરવામાં આવશે.