સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવતીની છેડતી મામલે ઠપકો આપવા ગયેલા 22 વર્ષીય યુવકની ચપ્પુ ના ઘા જીકી જાહેરમાં હત્યા કરી દેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. જો કે, હત્યા કરનાર આરોપીઓને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરામાં મકાન માલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપનારને રાત્રે ચપ્પુના 7 ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બપોરે એક તમાચો ખાધા બાદ હત્યારાએ કહ્યું હતું કે રાત્રે તું રહેશે કે હું, ઓટલા પર બેસેલા મૃતક સાલુને મિત્રોની સામે જ ઉપરા ઉપરી ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરોપીઓને સોમનાથ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. મૃતક સાલું બલડી વર્મા ઉ.વ. 22 રહેવાસી યુપીનો વતની હતો. માતા-પિતા અને 2 ભાઈ વતનમાં રહે છે. સાલુ કલર ટેક્સ કંપનીમાં કામ કરતો હતો. પાંડેસરા જગન્નાથ નગરમાં એકલો જ રહેતો હતો ત્યાં એક નજીવી બાબતે તેની હત્યા કરાતા તેનો પરિવાર બેસહારો થયો છે.
હત્યારો આરોપી સોમનાથ બગલમાં ચપ્પુ સંતાડીને લઈ આવ્યો હતો. હત્યા બાદ સોમનાથ ભાગી ગયો હતો. હત્યા કરનાર સોમનાથ દારૂનો બંધારણી હોવાનું બહાર આવ્યું છે. રૂમ માલિકની પત્નીની છેડતીની બબાલમાં સાલુની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સોમનાથને હાલ આરોપીની ધરપકડ કરી છે. સાલુની હત્યાની જાણ થતા જ પરિવાર ભારે શોકમાં જોવા મળી રહ્યો છે.
આરોપી મોહલ્લામાં વારમ વાર યુવતીઓની છેડતી કરતો હતો, સાથે નાહતી મહિલાઓના બાથરૂમમાં ઝાકતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી માનસિક વિક્રૃત હોવાનું પણ સ્થાનિકો પાસે જાળવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે સુરતમાં નાની નાની વાતમાં હત્યા સુધી પહોંચવાની ઘટના હવે સામાન્ય થઈ રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે આ હત્યાનો સિલસિલો કયારે અટકે છે.
( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )