સુરત: સિટી બસે રાહદારીને મારી ટક્કર, લોકોએ બસને સળગાવી દીધી

| Updated: January 15, 2022 12:18 pm

સુરતમાં મોડી રાત્રે એક ધટના બની છે જેમાં સિટી બસને લોકો દ્વારા સળગાવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારનાર સિટી બસને લોકોએ સળગાવી દેવામાં આવી છે આ ધટના બનતાની સાથે સુરત પોલીસ દોડતી થઇ ગઇ છે.આગ લાગ્યાની ધટનાની જાણ થતાની સાથે જ ફાયરના જવાનોએ ઘટનાસ્થળે જઈ બસની આગને કાબૂમાં લીધી હોવાનું સામે આવ્યું હતું.પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ટોળાંને અલગ કરી દેવામાં આવ્યા હતા.

પીઆઇ સરથાણા જણાવ્યું કે BRTS રૂટ પર એક યુવક રોડ ક્રોસ કરતો હતો અને આ સમયે બસે અડફેટે લેતાં બેભાન થઈ ગયો હતો અને તેમને તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પરંતુ ત્યા રહેલા લોકોમાં ખુબ રોષ જોવા મળ્યો હતો.અને જેના કારણે લોકોએ બસને આગ ચાંપી દીધી હતી.તેઓ જણાવે છે કે આ ધટનાની માહિતી મળતાની સાથે પોસીલ ધટના સ્થળે પહોંચી હતી.બસને આગ લગાડનારમાં 6ની ઓળખાણ થઇ ગઇ છે અને એ લોકોમાંથી 3ને ડિટેન કરવામાં આવ્યા છે.સાથે તેઓ જણાવે છે કે CCTV ફૂટેઝના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સિટી બસો દ્વારા અનેક લોકોના મોત થઇ જતા હોય છે અને અનેક લોકોના થઇ પણ ચુક્યા છે. બસોના ડાઇવર જેમ તેમ બસો હકાવાના કારણે આ લોકોના મોટા ભાગે મોત થયા હોવાનું સામે આવ્યું છે.જેને લઇને લોકોમાં ખૂબ રોષ જોવા મળે છે.અનેકો વાર આવી ધટનાઓ બનવાથી લોકોમાં રોષ જોવા મળે છે.

Your email address will not be published.