Surat: સુરતની સાડી યુપીમાં ભાજપના પ્રચારનું માધ્યમ બનશે, વેપારીઓએ તૈયાર કરી ખાસ સાડીઓ

| Updated: January 19, 2022 12:16 pm

આ વર્ષનો ચૂંટણી મુદ્દો રામ મંદિર પણ જોવા મળશે તેવું જોવા મળી રહ્યું છે અને તેની સાથે આ મુદાઓને લઇને ભાજપ દ્વારા લોકો વચ્ચે લઇને જવામાં આવશે અને તેની સાથે ભાજપના આ મુદાને સુરતના વેપારીઓએ પણ તેમાં સુર પૂરાવવા આ અલગ પ્રકારનો કીમિયા અજમાવ્યો છે.

ભારત સાથે ઉતરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને માહોલ સર્જાયો છે અને તેને લઇને આ વધુ રંગ સુરતના વેપારીઓમાં જોવા મળી રહ્યો છે.અને તેને લઇને સુરતના વેપારીઓ દ્વારા કંઇક અલગ રીતે સાડી બનાવામાં આવી છે.સુરતના વેપારીઓ ધણી બધી થિમ પર કામ કરતા હોય થે જયારે પણ ચુંટણી હોય ત્યારે.સાડી, ડ્રેસ, ટોપી, મફલર, ખેસ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.સુરતના વેપારીઓ દ્વારા ખાસ અયોધ્યા થીમ પર સાડીઓ તૈયાર કરવામાં આવી છે.

કરોડો ભારતવાસીઓની ભાવના અને શ્રદ્ધા રામ મંદિર સાથે જોવા મળે છે અને તેની સાથે જો વાત કરવામાં આવે રામ મંદિરની તો 70 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર તૈયાર થવા જઇ રહ્યું છે અને તેની સાથે જો વાત કરવામાં આવે આ મંદિર બનવા જઇ રહ્યું છે તેનો શ્રેય જો આપવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને આપીને સુરતના કાપડ માર્કેટના વેપારીઓએ પીએમ મોદી અને સીએમ યોગીના ફોટા વાળી થ્રિ ડી પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટવાળી સાડીઓ તૈયાર કરવામાં આવી છે.

આવી 1 હજાર જેટલી સાડીઓ ઉત્તર પ્રદેશના ગામડાઓમાં મહિલાઓને મફતમાં આપવામાં આવશે અને તેની સાથે જો વાત કરવામાં આવે આ સાડીમાં લખાણની તો આમાં જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે, યુપી મેં ભગવા ફિર સે લહેરાયેંગે તે લખવામાં આવશે.5,000 સાડીઓના ઓર્ડરને છાપવામાં લગભગ છ દિવસનો સમય લાગે છે.યુપીના વિવિધ બજારોમાં પહેલેથી સપ્લાઇ કરાવામાં આવી રહી છે.

2019ની લોકસભા ચૂંટણીમાં સાડીના બોક્સ પર બીજેપી ચિન્હ સાથે મોદીના ફોટા છાપ્યાવામાં આવ્યા હતા.અને તેની સાથે આવા એક લાખથી વધુ બોક્સ છાપ્યા હતા 2019ની ચૂંટણીના સમયમાં.આ વર્ષના પણ તેઓ નરેન્દ્ર મોદીના અને યોગીના ફોટાવાળા બોક્સ પ્રિન્ટ કરીને ત્યાને વેપારીઓને મોકલવાની યોજના કરી રહ્યા છે.

Your email address will not be published.