IPLમાં વીવોને ટાટા : હવે IPL કહેવાશે ટાટા IPL-2022,નવું સ્પોન્સર બન્યું ટાટા

| Updated: January 11, 2022 3:25 pm

IPL 2022માં આ વખતે ઘણા ફેરફારો જોવા મળશે. ટાઈટલ સ્પોન્સર કરતી મોબાઈલ કંપની વીવોએ લીગની સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી છે. હાલમાં જ રિલીઝ થયેલી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાંથી મળેલી માહિતી મુજબ, ટાટા IPL 2022ના નવા સ્પોન્સર હશે.

આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે આ વાતની પુષ્ટિ કરી છે. સિઝન 2022 ટાટા આઈપીએલ તરીકે ઓળખાશે. વિવોએ 2018માં IPL માટે વાર્ષિક 440 કરોડમાં ટાઇટલ સ્પોન્સરશિપ ખરીદી હતી. જોકે આઈપીએલ 2020માં ભારત-ચીન બોર્ડર વિવાદને લઈને ડીલ શક્ય બની ન હતી.

વિવોને હજુ બે વર્ષની સ્પોન્સરશિપ બાકી હતી. હવે ટ્રાન્સફર બાદ ટાટા આઈપીએલને સ્પોન્સર કરશે. ભારત-ચીન બોર્ડર વિવાદને કારણે આઈપીએલ 2020 સીઝનમાં ડીલ સ્થગિત કરવામાં આવી હતી.

વીવોએ પાંચ વર્ષ માટે રાઇટ્સ ખરીદ્યા હતા. વીવોએ 2018 થી 2022 સુધીના પાંચ વર્ષ માટે IPL ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ રૂ. 2,190 કરોડમાં લીધા હતા.

ભારત-ચીન વચ્ચેના વિવાદને કારણે 2020માં ડ્રીમ11એ ટાઇટલને સ્પોન્સર કર્યું હતું. જોકે હવે કંપનીએ ફરીથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. હવે આઈપીએલને ટાટા આઈપીએલ કહેવામાં આવશે. 2020 એડિશન માટે ડ્રીમ 11 આઇપીએલ ટાઇટલ સ્પોન્સર હતું. તેણે 222 કરોડ રૂપિયામાં સ્પોન્સરશિપ રાઇટ્સ જીત્યા હતા. IPL 2020 કોરોનાના કારણે UAEમાં રમાઈ હતી.

Your email address will not be published.