ગુજરાતમાં ટીબીના કેસમાં ઉછાળો: એક દિવસમાં 1,717 કેસ

| Updated: September 25, 2021 3:53 pm

ગુજરાતમાં એક્ટિવ ટીબી કેસ ફાઇન્ડિંગની ચાલી રહીલી કામગીરી હેઠળ 23મી સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં નવા 1,717 ટીબીના દર્દી નોંધાયા હતા. જેથી રાજ્યમાં અત્યાર સુધી ટીબીના કુલ 1.01 લાખ કેસો નોંધાયા છે, જેમાં 87 ટકા દર્દીઓને રોગમુક્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

સામાન્ય દિવસોમાં ગુજરાતમાં રોજના 500થી 600 જેટલા નવા દર્દી નોંધાઈ રહ્યા છે અને ત્યાં એક જ દિવસમાં નવા 1,717 કેસ સામે આવ્યા છે તેમજ થોડાક દિવસ પહેલાં 900થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2021માં 1.95 લાખ દર્દી શોધવાનો કેન્દ્ર સરકારે લક્ષ્યાંક આપ્યો હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓ કહે છે, તેમના કહેવા પ્રમાણે રાજ્યના તમામ ગામોમાં 191 કરોડ વસતિનું મેપિંગ કરાયું છે. 21 હજાર ટીમ અને 47 હજાર જેટલા આરોગ્ય અને એનટીઇપી કર્મચારી દ્વારા ઘરે ઘરે સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી વર્ષ 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનું આહવાન કર્યું હતું. આ લક્ષ્યને હાંસલ કરવા ટીબીના તમામ દર્દીઓ ઝડપથી શોધીને તાત્કાલિક સારવાર આપી તેનું સંક્રમણની ફેલાતુ રોકી શકાય છે.

Your email address will not be published. Required fields are marked *