મેટ્રો પ્રોજેકટ પુરજોશમાં પણ થલતેજવાસીઓ ઘોંઘાટથી ત્રાહિમામ

| Updated: October 11, 2021 9:06 am

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે થનારા વિકાસની પ્રસૂતિપીડા તરીકે, હાલ પૂરતું તો, જુના થલતેજ ગામના રહેવાસીઓને ભોગવાનું આવ્યું છે. એસ જી હાઇવે પર આવેલા એક્રોપોલિસ મોલથી થલતેજ ગામ તરફ જતાં મુસાફરો જોગણી માતા મંદિર પાસે જયારે પહોંચે ત્યારે આગળ રસ્તો બંધ હોવન કારણે મોટાભાગના લોકો ડાબો વળાંક લઈને આજુબાજુની સાંકડી ગલીઓમાં ચાલ્યા જાય છે. સ્વાભાવિક છે કે અત્યાર સુધી આંતરિક ટ્રાફિકની સમસ્યાથી અજાણ રહેવાસીઓ આ નવા ઘોંઘાટથી ઘણા પરેશાન છે.

મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સાધારણ પગલાં ના લેવાયાના કારણે જ ઉભા થયેલા આ પ્રશ્ન નો ઉકેલ જો કે સરળ છે. શીલજ તરફ જતો એક પહોળો રસ્તો ઠાકોર વાસથી જમણો વળાંક લઈને ખુલ્લો છે, જે વાહન ચાલકોને ઘણી સરળતા પુરી પડી શકે એમ છે. આના માટે માત્ર વ્યવસ્થિત રીતે સાઈનબોર્ડ લગાડવાની જરૂર છે પરંતુ રહેવાસીઓની વારંવારની વિનંતી છતાં કોન્ટ્રાક્ટરો આ માંગણી પર ધ્યાન આપતા નથી.

અત્યારે તો થલતેજ ગામના રહેવાસીઓને દિવસ રાત ત્રાસજનક ઘોંઘાટનો સામનો કરવો પડે છે. શીલજ તરફ જનારા મુસાફરોને થલતેજમાંથી 15 ફૂટની સાંકડી ગલીમાંથી પસાર થવું પડે છે અને વિસ્તારથી અજાણ્યા મુસાફરો ટાણે-કટાણે લોકોના ઘરના દરવાજા ખખડાવીને રસ્તા પૂછતાં હોય છે. ખાસ કરીને લુહારવાસની શેરીમાં આ સમસ્યા સૌથી વધુ છે.

મેગાના એક અધિકારીએ જોકે જણાવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ આ સ્થાન પર સાત સાઈન બોર્ડ મુકશે જેથી મુસાફરો મુશ્કેલી વગર શિલજ પહોંચી શકે.

Your email address will not be published. Required fields are marked *