ધ્રાગંધ્રામાં 500 ફૂટના બોરમાં પડી ગયેલા બાળકને આર્મીએ બચાવ્યો

| Updated: June 8, 2022 3:43 pm

ધાંગધ્રાના દુદાપૂર ગામે 500 ફૂટના બોરમાં ખાબકેલ બાળકને આર્મીના જવાનો દ્વારા રેસ્ક્યું કરી બચાવી હતી. આ બાળક રમતા રમતા બોરવેલમાં પડી હતી. બાળક પડતાની જાણ થતા રેસ્કયુ ટીમને ફોન કરવામાં આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રાના દુદાપુર સીમમાં મૂળ મધ્યપ્રદેશના મુન્નાભાઈ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ખેતમજૂરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેમનો બે વર્ષનો દીકરો શિવમ ગઈકાલે રાતે રમતા-રમતા બોરવેલમાં પડી ગયો હતો. તે બોરવેટમાં 30 ફુટે અટવાઈ ગયો હતો. આ વાતની જાણ થતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા સૈન્ય સ્ટેશનને શિવમ વર્મા, IPS, ધ્રાંગધ્રા પોલીસ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ તરફથી 7 જૂન, મંગળવારના રોજ અંદાજે સાંજે 21:29 કલાકે કોલ મળ્યો હતો કે, ધ્રાંગધ્રા તાલુકાના દૂધાપૂર ગામમાં એક સાંકડા બોરવેલમાં દોઢ વર્ષનો શિવમ નામના બાળક પડી ગયો છે. તો આર્મીની ટીમ આ બાળકને બચાવવા મદદે આવે.

દુદાપુર ગામ સૈન્ય સ્ટેશનનથી લગભગ 20 કિમીના અંતરે છે. પોલીસ તરફથી કૉલ મળ્યા બાદ તાત્કાલિક 10 મિનિટમાં બચાવ ટીમ સક્રીય થઇ હતી અને મનિલા રોપ (દોરડું), સર્ચ લાઇટ, સેફ્ટી હાર્નેસ, કેરાબાઇનર વગેરે જેવા આવશ્યક ઉપકરણો લઈને લાઇટ વ્હીકલમાં ઘટના સ્થળે જવા રવાના થઇ હતી.

ટીમે સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને પહેલા તો માહોલ નિયંત્રણમાં લીધો હતો. કારણ કે ઘટનાસ્થળ પર આખા ગામના લોકો એકત્ર થઇ ગયા હતા. શિવમ નામનો આ બાળક જમીનના સ્તરથી લગભગ 25-30 ફુટ નીચે ફસાયો હતો અને બોરવેલ લગભગ 300 ફુટ સુધી ઊંડો હતો અને તેમાં પાણીનું સ્તર પણ લગભગ શિવમના નાક સુધી પહોંચી ગયું હતું. ઉપરથી બાળકના રડવાનો અવાજ સંભળાતો હતો, જેના કારણે તેની તબિયત સારી હોવાનુ સાબિત થતુ હતું.

Your email address will not be published.