ગુજરાતના મલ્ટિપ્લેક્સ ઓપરેટર સાઉથ ઇન્ડિયન ફિલ્મો તેમને ત્યાં જે પ્રકારની કમાણી કરી રહ્યા છે તેનાથી ખુશ છે. હવે રહી વાત બોલિવૂડની તો તે ફક્ત ટાઇમ પાસ હોય છે. ફક્ત એટલું જ નહી કારોબારના મામલામાં પણ સાઉથ ઇન્ડિયન ફિલ્મો ઘણી આગળ હોય છે.
વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશન (જીએમએ)ના અધ્યક્ષ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે હવે સમય બોલિવૂડનો નથી. હાલમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે થોડા સમય પહેલા આવેલી અક્ષય કુમારની બચ્ચન પાંડે અથવા તાજેતરમાં આવેલી ભૂલભૂલૈયા જેવી મોટી અને બ્લોકબસ્ટર ફિલ્મો પણ આ ટ્રેન્ડને પલટાવવામાં નિષ્ફળ રહી. અમે કેટલીય વખત સાઉથ ઇન્ડિયન ફિલ્મો બતાવવા માટે હિન્દી અને ગુજરાતી ફિલ્મોને બાજુએ મૂકી દઈએ છીએ.
આ જ વાતનો પુનરોચ્ચાર કરતા વાઇડ એન્ગલ, અમદાવાદ અને મહેસાણાના ડિરેક્ટર રાકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મો હિન્દી અને ગુજરાતી ફિલ્મોની તુલનાએ લગભગ 70 ટકા વધારે કારોબાર કરે છે. ગુજરાતી ફિલ્મોની સફળતાનો રેશિયો ઘણો ખરાબ છે અને મોટાભાગની ફિલ્મો લગભગ એક જ સપ્તાહમાં બંધ કરી દેવાય છે. બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ સાઉથના ફિલ્મ નિર્માતાઓ પાસેથી કંઇક શીખવું જોઈએ.
સાઉથની ફિલ્મોનો દબદબો કેમ

તેની પાછળ કેટલાક કારણ છે. ઉદાહરણ તરીકે રાકેશભાઈનું કહેવું છે કે તેની યોજના. સાઉથની ફિલ્મોનો પ્રચાર અને પ્રસાર તેની ફિલ્મના રીલીઝના વર્ષ પહેલા શરૂ થઈ જાય છે. બીજું છે બજેટ. બોલિવૂડની તુલનાએ સાઉથની ફિલ્મોમાં વધારે નાણા રોકવામાં આવે છે. ફિલ્મનું બજેટ સરળતાથી 400 કરોડ રૂપિયા પાર થઈ જાય છે. તેનું કારણ એ હોય છે કે કુશળ અભિનેતાની સાથે ટેકનિકલ નિષ્ણાતોથી સજ્જ શાનદાર ફિલ્મ પડદા પર એકદમ જીવંત થઈ જાય છે.
ગીતો અને ડાન્સ ઠૂંસી દેતા નથી
સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં વધુ એક એવું તત્વ છે જેણે ગુજરાતી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા છે તે છે તેમા ગીતો અને નૃત્ય ખાસ જોવા મળતા નથી. સાઉથની ફિલ્મો એક્શન અને સ્ટંટથી ભરેલી હોય છે. તેનું વીએફએક્સ અને એડિટિંગ શાનદાર હોય છે. મનોરંજનથી ભરપૂર આ ફિલ્મો પ્રેક્ષકોને દિલોદિમાગ પર છવાઈ જાય છે. જ્યારે બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મો હજી પણ ગીતો તથા નૃત્યના ભરોસે જ હોય છે.
ગુજરાતના સ્ટાર



અભિનેતા મલ્હાર ઠાકર છેલ્લો દિવસથી લોકપ્રિય થયા. તે હવે પ્રેક્ષકોને સિનેમાઘરોમાં પરત લાવવામાં સફળ રહ્યા નથી. રાકેશભાઈ વિસ્તારપૂર્વક જણાવે છે કે મલ્હારની તાજેતરની ફિલ્મ સોનુ તને મારા પર ભરોસો નઈ કે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી. આ સિવાય તેમની છેલ્લી ફિલ્મો કેશ ઓન ડિલિવરી, વંધવિલાસ, દુનિયાદારી અને બીજી ફિલ્મો પણ ફ્લોપ રહી. લાગે છે કે ગુજરાતમાં સ્ટારનો જમાનો ખતમ થઈ ગયો છે. ગુજરાતના પ્રેક્ષકો વધારે સમજદાર થઈ ચૂક્યા છે અને તેમને ફક્ત સારી ફિલ્મો પસંદ છે.
2022માં સૌથી વધારે કમાણી કરનારી સાઉથની કેટલીક ફિલ્મો
ક્રમાંક | ફિલ્મ | બજેટ | કમાણી |
1 | કેજીએફ | 100 કરોડ | 1187 કરોડ (વૈશ્વિક |
2 | આરઆરઆર | 600 કરોડ | 1111.7 કરોડ |
3 | પુષ્પાઃ ધ રાઇઝ | 150 કરોડ | 342.7 કરોડ |
4 | બીસ્ટ | 150 કરોડ | 220.35 કરોડ |
5 | વલીમાઈ | 150 કરોડ | 164.50 કરોડ |
ગુજરાતમાં શું કામ કરે છે?



તાજેતરમાં બોક્સ ઓફિસ પર કમાનારી એકમાત્ર ગુજરાતી ફિલ્મ રંગકર્મી સિદ્ધાર્થ રાંદેરિયાની નવીનતમ કોમેડી-ડ્રામા કહેવતલાલ પરિવાર છે. તે આગળ જણાવે છે કે અહી મૂળ વાત એ જ છે કે વાર્તામાં દમ હતો. રાંદેરિયા સારુ કામ કરી રહ્યા છે. ગુજરાતીઓને ડ્રામા પસંદ છે, પરંતુ કોઈપણ રીલીઝ માટે સારી વાત ફેલાવવાની સાથે તે ફિલ્મ પણ દમદાર હોવી જરૂરી છે.
પુષ્પા અને પોલિટિક્સ



ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે બોલિવૂડની ફિલ્મો શહેરી કેન્દ્રિત હોય છે, જેના લીધે તેણે લોકોનું આકર્ષણ ગુમાવી દીધું છે. જ્યારે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં બધા માટે કંઇકને કંઇક હોય છે. તાજેતરમાં જ પુષ્પાએ પ્રેક્ષકોને પોતાનો ગુમાવેલો સુપર હીરો મેળવી આપ્યો. આ ફિલ્મ ગુજરાતમાં મોટાપાયા પર સફળ રહી. આ ફિલ્મનો એવો પ્રભાવ હતો કે વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને અસમમાં ધરપકડ કરવામાં આવી તો તેણે ગળા પર આંગળીઓ ચલાવી પુષ્પા સ્ટાઇલમાં બિલકુલ અલ્લુ-અર્જુનની નકલ કરી. તેના પછી ફિલ્મનો બહુચર્ચિત સંવાદ કહ્યો- પુષ્પા ઝુકેગા નહી.
ગુજરાતમાં દક્ષિણ ભારતીય ફિલ્મોની રિમેક
ગુજરાતના નિર્દેશક મનીષ સૈનીની આગામી ફિલ્મ શુભ યાત્રા છે. આ ફિલ્મ 2016માં સમીક્ષકો દ્વારા પ્રશંસિત તમિલ ફિલ્મ આંદાવન કટ્ટલાઇની રિમેક છે. તેનું શીર્ષક અનુપમ વિજય સેતુપતિ છે. મલ્હાર ઠાકર માટે આ ગુજરાતી રિમેક કરો યા મરોવાલી હશે.