ભારતીય બાબુશાહીનો બદલાતો ચહેરો: રાજકીય વફાદારીની વાર્તાઓ

| Updated: July 9, 2021 7:17 pm

અમલદારશાહી એ ભારતમાં શાસનનું કાયમી સાધન છે. પરંતુ એક જૂની કહેવત છે કે કશું કાયમી નથી હોતું. ભારતમાં બાબુશાહીનો ચહેરો પણ વર્ષોથી ધરખમ બદલાયો છે. 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આગમન પછી રાજધાનીમાં મોટા પાયે પરિવર્તન જોવા મળી રહ્યા છે. એ વાત સાચી કે અમલદારશાહ આઇએએસ અને આઈપીએસ પણ રાજ્યના પ્યાદા તરીકે કામ કરવા માટે વપરાય છે. આ વલણ વધી રહ્યું છે.

તાજેતરનું ઉદાહરણ પશ્ચિમ બંગાળનું છે, જેમાં સેવા આપતા મુખ્ય સચિવ અને ઘણા દાયકાઓનો અનુભવ રાખનારા સનદી અધિકારીએ ભારતના વડા પ્રધાન સાથે મીટિંગમાં ઉદાસીનતા દર્શાવી.
હવે આપણે પાછા આવીએ મોદીની નેતાગીરી હેઠળ દિલ્હીમાં 2014 પછી થયેલા અમલદારશાહી ફેરફારો પર. તેમાં મુખ્યત્વે રાજકીય મોરચો અને શાસનની શૈલી સામેલ છે. મોદી સરકાર હંમેશા લ્યુટિઅન્સ સંસ્કૃતિ સાથે અથડામણમાં રહી છે. વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહી ચુકેલા સંજય બારૂના મતે દિલ્હી અને ભારતના ઘણા ભાગોમાં અમલદારશાહી હવે અંગ્રેજીમાં વિચારતી નથી. વહીવટી શૈલીમાં પણ પ્રાદેશિક અથવા સ્થાનિક વિચારસરણી પ્રાધાન્ય પ્રાપ્ત કરે છે. સંખ્યા અને કેટલીક ચોક્કસ પોસ્ટિંગની વાત કરીએ તો કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ પર ગુજરાત કેડરના 18 આઈએએસ અધિકારીઓ છે , જેમા પીએમઓમાં ચાર, નાણા મંત્રાલયમાં ચાર અને ગૃહ મંત્રાલયમાં બે અધિકારીઓ છે.

ગયા વર્ષે ગુજરાતના 1986 બેચના આઈએએસ અધિકારી પી.ડી. વાઘેલાની ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અન્ય મહત્વપૂર્ણ પોસ્ટ્સમાં, સીઈઆરસીના વડા તરીકે પી.કે.પૂજારી અને એફએસએસએઆઈના વડા રીટા ટીઓટીયા પણ ગુજરાત કેડરના છે. 2020 સુધીમાં એટલે કે 6 વર્ષમાં મોદીએ પીએમઓમાં ગુજરાત કેડરના સનદી અધિકારિયોના કોર ટીમની રચના કરી લીઘી. વડા પ્રધાનના ખાનગી સચિવ તરીકે હાર્દિક શાહની નિમણૂકથી ઘણા લોકોને આંચકો લાગ્યો. શાહને 2017માં કેન્દ્રીય ડેપ્યુટેશન પર દિલ્હી લાવવામાં આવ્યા હતા. શાહની પૃષ્ઠભૂમિ ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)માં સહાયક ઇજનેરની હતી. અલબત્ત, 2015માં તેઓ આઈએએસ બન્યા અને 2020માં વડા પ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરી બનનારા સૌથી યુવા અધિકારી બન્યા, તે પહેલા રાજીવ ટોપ પણ પીએમઓમાં ફરજ બજાવી હતા. તેઓ પણ ગુજરાત કેડરના આઈએએસ અધિકારી હતા.

જી. મુર્મુના કિસ્સામાં આવો જ કેસ છે. જમ્મુમાં કલમ 370 નાબૂદ થયા બાદ મુર્મુને વડા પ્રધાન મોદીએ 2019માં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવ્યા તે પહેલાં મુર્મુને સરકારી ઓડિટ બોડી કંટ્રોલર અને આડિટર જનરલ (સીએજી)ના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ જ કેસ છે. એ જ રીતે, બીજું જાણીતું નામ સંજય ભાવસારનું છે. મૂળ ગુજરાત વહીવટી સેવાના અધિકારી સંજય ભાવસારને કેન્દ્ર સરકાર દ્વારા ઓએસડી બનાવીને વર્ષ 2016માં આઈએએસ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેવી જ રીતે જગદીશ ઠક્કરને દિલ્હી લાવવામાં આવ્યા અને ભારત સરકારમાં નાયબ સચિવનો દરજ્જો આપવામાં આવ્યો.

ગુજરાતમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ તરીકે મોદીના તાબા હેઠળ કામ કરનારા ગુજરાત કેડરના 1972 બેચના અધિકારી પી. કે. મિશ્રા હવે પીએમના પ્રિન્સિપાલ સેક્રેટરી છે. બીજા અઘિકારી એ કે શર્મા, જેમને તાજેતરમાં યુપીમાં એમએલસી બનાવવામાં આવ્યા છે અને ભાજપના પ્રદેશ ઉપ-પ્રમુખ પણ છે. મોદીના પ્રિય ગુજરાત કેડરના અધિકારી હતા 1984ની બેચના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના, જેમને ટૂંક સમયમાં સીબીઆઈના ચીફ બનાવવામાં આવ્યા હતા.

કરણ થાપરને આપેલી એક મુલાકાતમાં સંજય બરૂએ કહ્યું હતું કે, તમે છેલ્લા 30 વર્ષમાં વડાપ્રધાન કાર્યાલયની રચના પર નજર નાખશો તો તેમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. તે અગાઉ એક મહાનગરીય સંસ્થા, સેન્ટ સ્ટીફન કોલેજ જેવી લાગતી હતી. પરંતુ હવે એવું નથી. તે વર્ગનો એકમાત્ર પ્રતિનિધિ મોદી સરકારમાં નીતી આયોગમાં છે. અમલદારશાહીના નિષ્ણાતોના મતે, અમલદારશાહી પ્રત્યે મોદીનો વલણ ચોક્કસપણે વધ્યો છે, ખાસ કરીને ગુજરાત કેડરના અધિકારીઓ સાથે અને તેમાં પણ કોઈ નવી વાર્તા નથી. આ કિસ્સામાં 90ના દાયકાના મધ્યની પંજાબની વાર્તા રસપ્રદ છે. બિયંત સિંહની હત્યા પછી હરચરણસિંહ બરાડે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ તેમના પત્ની, પુત્રી અને પુત્ર એક બાહ્ય બંધારણીય સત્તાનું કેન્દ્ર બન્યા હતા. 1996માં એચડી દેવગૌડા સરકાર દ્વારા પંજાબ કેડરના વરિષ્ઠ આઇપીએસ અધિકારી ઓ.પી. શર્માને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ અંદરની વાર્તા એ છે કે, બારડ શર્માને આતંકવાદ સામેની લડતની ચાવીરૂપ કેપીએસ ગિલ પછી ડીજીપી તરીકે નિયુક્ત કરવા માટે ના પાડી દીઘી હતી.

તેમના વતની અને ખાસ સુબે સિંઘ ને બદલામાં ડીજીપી બનાવીને ઈનામ આપ્યું હતું. યુનાઇટેડ મધ્યપ્રદેશમાં, અર્જુન સિંહની દયાથી અજિત જોગી ચર્ચામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધીનો પણ સ્પષ્ટ આશીર્વાદ હતો. જોગી ઇંદોરના કલેક્ટર હતા ત્યારે અર્જુનસિંહે તેમને વહીવટી સેવામાંથી હટાવ્યા અને રાજ્યસભામાં મોકલ્યા. તે સમયે તેના પર જમીનના મામલે પોલીસ કેસ ચાલતો હતો. તે સમયે એક કરોડની મોટી રકમ હતી. હરિયાણામાં એમ કહેવામાં આવે છે કે મુખ્ય પ્રધાન દેવીલાલના કાર્યકાળ દરમિયાન આઈએએસની પ્રતિષ્ઠા અને સત્તામાં ઘટાડો શરૂ થયો હતો.

પશ્ચિમ બંગાળમાં પ્રધાનો અને અધિકારીઓ વચ્ચે એટલી દુશ્મની જોવા મળી છે કે 1960ના દાયકાના અંતમાં બંગાળી કોંગ્રેસ સાથે યુનાઇટેડ મોરચાના ગઠબંધન શાસન દરમિયાન, સીપીઆઈ (એમ) ના વરિષ્ઠ પ્રધાન હરે કૃષ્ણ કોણારે અમલદારોને ગટરના કીડા ગણાવ્યા હતા. જ્યોતિ બાસુ સરકાર દરમિયાન અનિશ મજુમદાર, એન કૃષ્ણમૂર્તિ, રતન સેન ગુપ્તા અને પશ્ચિમ બંગાળના ટીસી દત્તને મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ તેમને સામ્યવાદી તરફી અને કડક વલણ ન અપનાવવાના બદલામાં આપવામાં આવી હતી. રાજ્યમાં અધિકારીઓ અને સહાનુભૂતિ ધરાવતા લોકોનું રાજ્ય કેડર તરીકે ઓળખાતું એક અનન્ય કેડર હતું.

આવા મુદ્દાઓ કદાચ અને અન્ય રાજ્યોમાં હજી પણ અસ્તિત્વમાં છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં મોટાભાગના વરિષ્ઠ અધિકારીઓ ખૂબ જ સરળ મુદ્દાઓ પર મુખ્ય સચિવ બનવાનું ચૂકતા નથી. જ્યોતિ બાસુ શાસનકાળ દરમિયાન ફોરવર્ડ બ્લોકના પ્રધાનો પણ ઘણીવાર વહીવટી સેવાના અધિકારીઓ સાથે સામ-સામે સામનો કરતા હતા. વર્તમાન એનડીએ સરકારના સંદર્ભમાં ફરી એકવાર એવા પ્રસંગો બન્યા છે જ્યારે વડા પ્રધાન મોદીએ અમલદારશાહી અંગે કેટલીક પ્રતિકૂળ ટિપ્પણી કરી હતી. બાબુ બધું કરશે … તે ખાતરના ગોડાઉન અને રાસાયણિક ગોડાઉન ચલાવશે, વિમાન ઉડાવશે. આપણે કઈ મહાન શક્તિ બનાવી છે?

2020માં કેન્દ્ર સરકારે 30 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂકેલા અને 50-55 વર્ષની વયમર્યાદા વટાવી ગયેલા અધિકારીઓની કુંડળી બનાવવાના નિર્દેશ આપ્યા હતા. છેલ્લાં કેટલાક વર્ષોમાં લગભગ 400 અધિકારીઓ, જેમને ભ્રષ્ટ અથવા અસમર્થ માનવામાં આવ્યા હતા, તેમને નિયત સમય પહેલાં દબાણપૂર્વક નિવૃત્ત કરવામાં આવ્યા છે. અન્ય કેડરના અધિકારીઓના ભાવિ પર પણ આ તલવાર લટકે છે.
2019માં 50 ભારતીય મહેસુલ સેવા અધિકારીઓ ફરજિયાત રીતે નિવૃત્ત થયા હતા. તેવી જ રીતે સેન્ટ્રલ સચિવાલય સેવા કેડરના 280થી વધુ અધિકારીઓએ નોકરી ગુમાવી હતી. 2014થી 2019 વચ્ચે મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન 23 વરિષ્ઠ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસનો સામનો કરવો પડ્યો હતો. ઘણા દાયકાઓથી બાબુઓએ દરેક વસ્તુનો શ્રેષ્ઠ આનંદ માણ્યો હતો. પોતાના ખરાબ નિર્ણયો માટે તેમણે ભાગ્યે જ કોઈ પરિણામનો સામનો કરવો પડ્યો હતો. જીએસટીના નિયમો અને કાયદા માટે રાજકીય શાસકોને સરળતાથી દોષી ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ભારતમાં હવે મજબૂત, ચુનંદા, કુલીન વર્ગ માટે ખરાબ સમય શુરૂ થયો છે.

Your email address will not be published.