શિયાળાની હાડ થીજાવતી ઠંડીમાં થીજી ગઈ નિષ્ઠુર માતાની મમતા

| Updated: January 7, 2022 1:50 pm

રાજ્યમાં બાળક મળી આવવાના કિસ્સા હજુ યથાવત છે. કોઈના કોઈ કારણોસર અવાર-નવાર બાળકને તરછોડી દેવામાં આવે છે. ત્યારે હાડ થીજાવતી ઠંડીમાં જાણે કે નિષ્ઠુર માતાની મમતા પણ થીજી ગઇ હોવાની ઘટના સામે આવી છે.

વિગતો એવી છે કે જામનગર જિલ્લાના ટોડા ગામે ઝાડીમાંથી તરછોડાયેલું બાળક મળી આવ્યું છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બાળકનો કબ્જો લીધો હતો. અને બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકની હાલત સ્થિર છે.

ગુજરાતમાં હવે અવાર નવાર આવા કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાંથી ગાંધીનગરમાં મળી આવેલા બાળકનો કિસ્સો ખુબ ચર્ચાયો હતો. 9 ઓક્ટોમ્બરના રોજ બાળક ગાંધીનગરમાં સ્વામિનારાયણની ગૌશાળામાંથી તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે બાળકના વાલી-વારસ કોણ તેની તપાસ શરૂ કરી. અને આ ઘટનાની તપાસમાં હત્યાની એક મોટી ઘટનાની જાણ થઇ હતી. બાળકના પિતા સચિને જ બાળકની માતા અને તેની પ્રેમિકા હીનાની હત્યા કરી હતી.

Your email address will not be published. Required fields are marked *