ભરોસાનું ખૂન: કારીગરને 21.37 લાખ લેવા મોકલ્યો તે પૈસા લઈને થઇ ગયો છુ

| Updated: April 4, 2022 8:48 pm

માણેકચોકના બુલીયનનો ધંધો કરતા વેપારીએ તેના મિત્રના ત્યા કારીગરને 21.37 લાખ લેવા માટે મોકલ્યો હતો. કારીગર 21.37 લાખ લેવા ગયો પરંતુ પૈસા લઇ પરત ફર્યો ન હતો. આખરે તપાસ કરતા કારીગર પૈસા અને એક્ટીવા લઇને ભાગી ગયો હતો. આ અંગે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ઠગાઇનો ગુનો નોધાવ્યો હતો

સાબરમતી વિસ્તારમાં આવેલા આમ્રપાલી ફ્લેટમાં ઉત્સવભાઇ જૈન રહે છે અને માણેક ચોક ખાતે ચીંતામણી બુલીયન નામની દુકાન ધરાવી સોના-ચાંદીના બુલીયનનો વેપાર કરે છે. તેમની દુકાનમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી દીપક સેન નામના યુવકને નોકરી પર રાખ્યો હતો. માણેકચોક ખાતે ઉત્સવભાઈનો મિત્ર પ્રિયમ મહેતા બંને માણેક ચોક ખાતે બુલીયનનો વેપાર કરે છે. વેપારના રૂ.21.37 લાખ ઉત્સવભાઈને લેવાના નિકળતા હોવાથી પૈસા લેવા માટે ઉત્સવભાઈએ તેના કારીગર દિપકને પ્રિયમની દુકાને મોકલ્યો હતો. દિપક એકટીવા લઇ પૈસા લેવા માટે ગયો હતો. પૈસા લેવા ગયા બાદ એક કલાકથી વધુ સમય થયો હોવા છતાં દિપક પૈસા લઈને પરત આવ્યો ન હતો. જેથી ઉત્સવભાઈએ દિપકને ફોન કર્યો હતો પરંતુ દિપકનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. દિપકનો ફોન ન લાગતા ઉત્સવભાઈએ તેના મિત્ર પ્રિયમને ફોન કર્યો હતો. પ્રિયમે જણાવ્યુ કે, દિપક પૈસા લઈને એક કલાક પહેલા જ નિકળી ગયો છે. દિપક પૈસા લઈને નિકળી ગયો હોવાં છતાં દુકાને આવ્યો ન હોવાથી ઉત્વસભાઇ ચિંતામાં મુકાઇ ગયા હતા. જેથી તેમણે આસપાસના વિસ્તાર તથા દિપકના ઘરે પણ તપાસ કરાવી હતી. તેમ છતાં દિપકની ભાળ ક્યાય મળી ન હતી. આખરે ઉત્સવને ખ્યાલ આવ્યો કે, આ 21.37 લાખ અને એક્ટીવા લઇને દિપક ભાગી ગયો હતો. આ અંગે ખાડિયા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

Your email address will not be published.