આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અનેક’ની રિલીઝ ડેટ પાછળ ઠલવાઈ; જુઓ કઈ છે નવી ડેટ

| Updated: April 12, 2022 4:20 pm

આર્ટિકલ 15 ફિલ્મ બાદ આયુષ્માન ખુરાના અને અનુભવ સિન્હાની જોડી વધુ એક ફિલ્મ લઈને આવી રહી છે. આ ફિલ્મનું નામ ‘અનેક’ છે. ફિલ્મમાંથી આયુષ્માનના કેટલાક લુક્સ અત્યાર સુધી સામે આવ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ અનુભવ સિંહાએ નોર્થ ઈસ્ટમાં કર્યું હતું. આ ફિલ્મ આ વર્ષે 13 મેના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે મેકર્સે તેને મુલતવી રાખી છે. હવે આ ફિલ્મ 2 અઠવાડિયા પછી 27 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવાનું કોઈ કારણ આપ્યું નથી.

આયુષ્માન ખુરાનાએ તાજેતરમાં જ આ ફિલ્મ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “‘અનેક’ 2022ની મારી પહેલી ફિલ્મ હશે. તે એક એવો પ્રોજેક્ટ છે જે મારા દિલની ખૂબ જ નજીક છે અને તે એક પાવરફુલ ફિલ્મ છે. કારણ કે તે પ્રેક્ષકોમાં દેશભક્તિની લાગણી જાગૃત કરશે.

‘અનેક’ સિવાય આયુષ્માન ખુરાના વધુ બે ફિલ્મોમાં જોવા મળશે. એક છે ‘ડૉક્ટર જી’ અને બીજું ‘એક્શન હીરો’. ડોક્ટર જીની વાત કરીએ તો આ ફિલ્મમાં આયુષ્માન સાથે રકુલ પ્રીત સિંહ જોવા મળશે. બંને આ ફિલ્મમાં ડોક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના ગાયનેકોલોજિસ્ટનું પાત્ર ભજવશે. 

‘એક્શન હીરો’ વિશે વાત કરતાં તેણે કહ્યું કે આ ફિલ્મ અન્ય બે ફિલ્મો કરતાં સાવ અલગ હશે. આયુષ્માને તેના વિશે વધુ જણાવ્યું નથી પરંતુ અભિનેતા ફિલ્મના શૂટિંગ માટે લંડન ગયો હતો.

Your email address will not be published.