72 કલાકમાં જાહેર થશે PSIનું પરિણામ, IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટ કરી આપી માહિતી

| Updated: April 25, 2022 4:00 pm

PSI ભરતી બોર્ડના ચેરમેન IPS અધિકારી વિકાસ સહાયે ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે કે 72 કલાકમાં જાહેર થશે PSIનું પરિણામ આ સાથે તેમના દ્રારા માફી પણ માગવામાં આવી છે તેમણે પરિણામમાં(PSI) વિલંબ અંગે માગી માફી માગી હતી.

વ્યક્તિગત કામથી બહાર હોવાથી પરિણામમાં વિલંબ થયો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે અને તેની સાથે પરિણામ બાદ મેઇન પરીક્ષા(PSI) લેવામાં આવશે તેની પણ માહિતી આપવામાં આવી છે તેમણે આ ટ્વીટ કરી માહિતી આપી અને મેઇન પરિક્ષા માટે તૈયાર રહે તે પણ કહેવામાં આવ્યું હતું.

આ સાથે તેમણે માહિતી આપી હતી કે અંગત કારણોથી તેઓ રજા પર હતા અને જેના કારણે પરિણામ(PSI) લેટ થયું છે પરંતું તેમણે જાણ કરતા કહ્યું કે 72 કલાકમાં જ પરિણામ આવી જશે અને તેના પછી મેઇન પરિક્ષા લેવામાં આવશે

માર્ચ મહિનાની 6 તારીખે ગુજરાતમાં અલગ અલગ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી અને જેમાં રાજ્યભરમાંથી વિવિધ કેન્દ્રો પર 88 હજાર લોકોએ 1375 જગ્યા માટે પરીક્ષા(PSI) આપવામાં આવી હતી આગામી ગુરુવાર રાત્રે સુધી પરીક્ષાનું(PSI) પરિણામ જાહેર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને આ સાથે જો પરિક્ષાની વાત કરવામાં આવે તો 20 દિવસમાં આ પરિણામ આવી જાઇ છે પરંતુ તેમના અંગત કારણોથી પરિક્ષાના પરિણામમાં લેટ થયું હોવાનું IPS અધિકારી વિકાસ સહાયે જણાવ્યું હતું

આ પણ વાંચો-મુંબઈ પોલીસે પ્રતીક ગાંધીને પકડીને વેરહાઉસમાં બંધ કરી દીધા, અભિનેતાએ વર્ણવી ઘટના, જાણો સમગ્ર મામલો

96000 હજાર કરતા વધુ ઉમેદવારોએ પરિક્ષા(PSI) આપી હતી અને હવે આ પરિણામ જાહેરાત કરવામાં આવી છે અને ત્યાર બાદ મેઇન પરીક્ષા લેવામાં આવશે

Your email address will not be published.