લો બોલો, સેટેલાઇટ પંજાબ નેશનલ બેંકના એટીએમ કેબીનમાંથી એસી અને કોમ્પ્રેસરની ચોરી

| Updated: August 3, 2022 7:32 pm

સેટેલાઇટ પંજાબ નેશનલ બેંકના એટીએમ કેબીનમાંથી એસી અને કોમ્પ્રેસરની ચોરી થઇ હતી. 1 ઓગસ્ટે બેંકના કર્મચારીઓએ તપાસ કરતા તેમાંથી ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતુ. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે એટીએમના અને આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

મૂળ યુપીના અને હાલ અમદાવાદમાં આવેલા શાસ્ત્રીનગર સરસ્વતી બિલ્ડીંગમાં અજય શુક્લા પરિવાર સાથે રહે છે. તેઓ પંજાબ નેશનલ બેંકમાં સેટેલાઇટ બ્રાંચમાં સીનીયર મેનેજર તરીકે છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે. બેંકની બાજુમાં બેંકનું એટીએમ આવેલું છે. દરમિયાનમાં ગત 1 ઓગસ્ટ સાફ સફાઇ કરનાર કર્મચારીએ એટીએમ સાફ સફાઇ કર્યું ત્યારે તે કેબીનમાં એસી ન હતું.

બાદમાં તપાસ કરતા એટીએમમાં લગાવેલું એસી અને બહારનું કોમ્પ્રેસર પણ ન હતું. આમ બેંકના એટીએમમાંથી તસ્કરો એસી અને કોમ્પ્રેસર ચોરીને લઇ ગયા હતા. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. હવે તસ્કરો એટીએમ મશીનની જગ્યાએ એસી ચોરીને લઇ જતાં પોલીસ પણ દુવીધામાં મુકાઇ હતી. પોલીસે એટીએમના સીસીટીવી ફુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.