અમદાવાદમાં મહિલાઓ માટે પિંક ટોઈલેટ બનાવવામાં આવશે. શહેરમાં 10 કરોડના ખર્ચે કુલ 21 મહિલાઓ માટે પિન્ક ટોઈલેટ બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ ટોઈલેટનો સૌથી વધારે ઉપયોગ હાલ પુરુષો દ્વારા કરવામાં આવી રહ્યો છે જેથી તે ટોઈલેટનો ઉપયોગ કરવા માટે મહિલાઓ સંકોચાય છે.
અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા જાહેર શૌચાલયો બનાવવામાં આવ્યા છે. પરતું હાલ તે તમામ શૌચાલયનો ઉપયોગ પુરુષો દ્વારા વધારે કરવામાં આવે છે અને મહિલાઓ તેમા જતા શરમાય છે. જેથી આ બાબતનું ખાસ ધ્યાન રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાત ઝોનમાં કુલ 21 પિન્ક ટોઈલેટ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ટોઈલેટ પાછળ અંદાજિત 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ વર્ષના અંતમાં તમામ ટોઈલેટ બનાવી દેવામાં આવશે.
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, એરપોર્ટ ઉપર જેવા સ્વચ્છ ટોયલેટ હોય છે એવા આ એકદમ અદ્યતન અને સારા ટોઇલેટ મહિલાઓ માટે બનાવવામાં આવશે. દરેક ઝોન દીઠ ત્રણ પિન્ક ટોઇલેટ બનાવવામાં આવશે. જેના માટે અંદાજે રૂ. 6 કરોડનો ખર્ચ થશે. પાંચ વર્ષના મેઇન્ટેન્સના કોન્ટ્રાકટ સાથે રૂ. 10 કરોડનો ખર્ચ થશે. જેમાં મહિલા કેર ટેકર રહેશે. આ ટોયલેટ ઓ એન્ડ એમ ધોરણે ચલાવવા માટે આપવામાં આવશે, જેમાં ફક્ત મહિલાઓ દ્વારા જ દેખરેખ રાખવામાં આવશે.
આ જગ્યા પર બનાવવામાં આવશે ટોઈલેટ
વાસણા: બસ સ્ટેન્ડ
નવરંગપુરા: લો ગાર્ડન, સિવિલ સેન્ટર
ચાંદખેડા: ONGC સર્કલ પાસે
નરોડા: ઓમની સ્કવેર અને સ્વામિનારાયણ પાર્ક રોડ
સેજપુર: રાધેકૃષ્ણ મંદિર પાસે
બાપુનગર: ઈન્દુલાલ યાજ્ઞિક હોલ પાસે
જમાલપુર: જમાલપુર ચાર રસ્તા પાસે
ખાડિયા: દાાણાપીઠ શાકમાર્કેટ
શાહિબાગ: નમસ્તે સર્કલ
સરખેજ: ઉત્સવ પબ્લિક પાર્ક
સરખેજ: સાણંદ ક્રોસ રોડ
બોડકદેવ: વસ્ત્રાપુર ગાર્ડન પાસે
ઘાટલોડિયા: શાકમાર્કેટ
નિકોલ: અવકાશ પાર્ક નિકોલ
ઓઢવ: ભાઈપુરા હાટકેશ્વર બ્રિજ નીચે
મણિનગર: કાંકરિયા ગેટ નં 3 પાસે
લાંભા: નારોલ સર્કલ પાસે
વટવા: ભારત માતા ચોક, કર્ણાવતી -1 પાસે
આ સુવિધાઓ મળશે
ટોઈલેટમાં પાચ સીટની સુવિધાઓ આપવામાં આવશે
ચેન્જિંગ અને બેબી ફિડિંગ માટે અલગ રુમની સુવિધા
ટોઈલેટમાં સેનેટરી પેડનું વેન્ડિંગ મશીન
દિવ્યાંગ અને બાળકો માટે નીચી ટોઈલેટ શીટ
હેન્ડ ડ્રાયર, અરિસો, લિકવીડ શોપ સહિતની સુવિધાઓ