પ્રધાનમંત્રી મોદીનું જાહેરમાં અપમાન કરનાર આ નેતાઓએ પહેર્યો છે ભાજપનો ખેસ, જાણો કોણ શું બોલ્યું હતું

| Updated: June 2, 2022 6:24 pm

ગાંધીનગર:  ગુજરાતના રાજકારણમાં વર્ષ 2015 પછી થયેલી રાજકીય ઉથલપાથલ કોઈ એક પક્ષી લક્ષી રહી નથી. તેમાં રાજકીય પક્ષો સિવાયના આંદોલનના વાવાઝોડામાં ઊભા થયેલા નેતાઓનો પણ મોટો રોલ રહ્યો છે. 2017માં ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષ પલ્ટા થયા અને ત્યારબાદ આંદોલનકારી નેતાઓ, ધારાસભ્યો અને પાર્ટીના હોદ્દેદારોએ પણ પક્ષ પલ્ટા કર્યા અને  અન્ય કોઈ પાર્ટીમાં જોડાયા.

આ સમગ્ર ઘટનાઓમાં એક એવું બન્યું કે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના પ્રધાનમંત્રીએ પદની ગરિમા ભૂલીને જાહેરમાં બેફામ મંતવ્યો, ટિપ્પણી અને પ્રવચન કરી રાજકીય જાહેર જીવન જીવતા લોકો એજ ભાજપમાં જોડાઈ ગયા.

પાટીદાર અનામત આંદોલનના વરુણ પટેલ હોય, કોંગ્રેસ પૂર્વ પ્રવકતા જયરાજસિંહ પરમાર હોય કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા હોય કે પછી  અલ્પેશ ઠાકોર હોય.

જાણો કોણ શું બોલ્યું હતું.

1- વરુણ પટેલ- પ્રધાનમંત્રીને પાકીટ માર કહ્યા હતા

વરુણ પટેલે જાહેરમાં પ્રધાન મંત્રીને ખિસ્સા કાતરું સંબોધન કરીને અપમાન કરતા કહ્યું હતું.      

ત્યારે આ સાહેબ જોડે મર્સિડિજ ન હતી કે તેઓ ઊંઝા સેવા આપવા જાય. વરુણ પટેલે કહ્યું હતું કે  તમે ચા વેચતા હતા, કે વડનગરમાં આવતા પેસેન્જરોના ખિસ્સા કાપતા હતા.  કારણ કે એમના અત્યારના લક્ષણો જોઈને લાગે છે એમ એમનું કામ ખિસ્સા કાપવાનું હશે.

2- જવાહર ચાવડા – પ્રધાનમંત્રીને ગાંડો કહ્યા હતા

કોંગ્રેસમાથી 5 વખત ધારાસભ્ય પૂર્વ મંત્રી અને માણાવદરના ધારાસભ્ય કે જેઓ 2019ની ચૂંટણી પેહલા ભાજપમાં જોડાયા હતા એમણે પ્રધાનમંત્રીણે તેમના ગામના ગાંડા વ્યક્તિ નંદા સાથે સરખામણી કરી હતી. બાંટવા ગામનું ઉદાહરણ આપીને તેમણે ચૂંટણીની જાહેર સભા કહ્યું હતું કે સદભાવના ઉપવાસની જાહેરાતો થી મને મારા બાંટવા નો ગાંડો નંદો યાદ આવે છે, કે  મારો નંદો મર્યો નથી મારો નંદો જીવે છે.

3- અશ્વિન કોટવાલ – હિટલરશાસન કહ્યું હતું

 કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે સરકારી કાર્યક્રમનો વિરોધ કરતાં શાસનને હિટલરશાસન કહ્યું હતું અને હિટલરશાહી દૂર કરવાના સૂત્રોચાર કર્યા હતા. તેઓ એમ પણ કહી ચૂક્યા છે કે  કોઈ પણ વ્યક્તિ પક્ષ પોતાના અંગત સ્વાર્થ માટે છોડતો હોય છે . તેઓએ એમ પણ કહ્યું હતું કે જે કોઈ વિકાસ થયો એ કોંગ્રેસના સમયમાં થયો આદિવાસી સમાજનો વિકાસ.  

4- અલ્પેશ ઠાકોર-  પ્રધાનમંત્રી રોજ 4 લાખના મશરૂમ  ખાઈને ગોરા થયા છે

અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી ધારાસભ્ય બન્યા અને પછી ભાજપમાં ગયા અને ચૂંટણી હારી ગયા. અલ્પેશ ઠાકોરે સીધો વાર પ્રધાનમંત્રીના જમવા પર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી તાઇવાનનું 80,000 રૂપિયાના ભાવનું મશરૂમ ખાય છે. મોદી સાહેબ રોજના 4 લાખ રૂપિયાના મશરૂમ ખાઈને ગોરા થયા છે અને મારી જેમ કાળા હતા.  

5- હાર્દિક પટેલ – મોદીએ દેવું કરીને વિકાસ કર્યો હતો.

હાર્દિકે કહ્યું કે  વિકાસ થયો હતો હોત આરોગ્ય, શિક્ષણનુ ખાનગીકરણ થયું ન હોત. સાહેબે વિકાસ તો દેવું કરીને કર્યો છે. ભાજપમાં હું ન ગયો કારણ કે જે લોકોએ  ગાંધીની હત્યા કરી હતી એટલે એ લોકો જોડે ના ગયો. મારો જન્મ જો ભાજપની બનયેલી હોસ્પિટલમાં થયો હોત તો હું ભાજપમાં જાત.    

6- જયરાજસિંહ પરમાર  નરેંદ્ર મોદી ચૂંટણીના નાઈટ વોચ મેન

જયરાજસિંહ  પરમારે કહ્યું હતું કે તેઓ ચૂંટણી સમયે નાઈટ વોચમેન તરીકે આવે છે. તેમણે કહ્યું હતું કે ભાજપની અડધી ચેમ્બરો કોંગ્રેસથી ભરેલી છે, ભાજપના કાર્યકરોએ ખાલી છાસ વહેંચવા, સિસોટિયો મારવા અને પાર્કિંગ કરાવવાનું કામ હોય છે, તેમની ઉપર દયા આવે છે.

Your email address will not be published.