ગુજરાતમાં કોરોના કેસમાં ત્રીજા દિવસે પણ ધટાડો, 22ના મોત

| Updated: January 27, 2022 7:43 pm

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,911 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં આજે કોરોનાના કારણે 22 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના 4405 કેસ નોંધાયા છે. અને આજે રાજ્યમાં 23,197 દર્દી સાજા થયા છે. ગઇકાલે રાજયમાં 24 કલાકમાં કોરોનાના 14,781 કેસ નોંધાયા હતા. જયારે 21 લોકોના મોત થયા હતા.

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં એકવાર ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા કેસ 3 લાખની આસપાસ જોવા મળ્યા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.86 લાખથી વધુ નવા કેસ નોંધાયા. જો કે ગઈ કાલની સરખામણીમાં આ વધારો મામૂલી જોવા મળ્યો. બુધવારે કોરોનાના નવા 2,85,914 નવા કેસ નોંધાયા હતા

રાજયમાં કોરોના કેસ, દર્દી અને વેકસીનના આંકડા

રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 22 લોકોના મોત થયા છે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,911 નવા કેસ
આજે 23,197 દર્દીઓ સાજા થયા

શહેરોમાં કોરોના કેસ
અમદાવાદ 4405
સુરત 708
વડોદરા 1871
રાજકોટ 1008
રાજ્યમાં એક્ટીવ કેસ 117884
આજે કોરોના વેક્સિનના 2.13 લાખ ડોઝ અપાયા
અત્યાર સુધી કુલ 9.71 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે

આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,86,384 કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા 4 કરોડને પાર કરી ગઈ છે. એક દિવસમાં 573 દર્દીઓના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,91,700 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવ્યા ચૂક્યા છે. ભારતમાં હાલ 22,02,472 દર્દીઓ સારવાર હેઠળ છે. જે કુલ કેસના 5.46% છે.

Your email address will not be published.