એક દિવસમાં ત્રણ અપરાધીઓને પકડી ક્રાઈમ બ્રાન્ચે હેટ્રીક કરી

| Updated: July 2, 2021 7:26 pm

અમદાવાદઃ શહેરની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે જાકીર ઉર્ફ ઇકબાલ ઉર્ફ અસિફ બસીરભાઈ શેખ (ઉ. 50 વર્ષ)ની વટવા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. જાકીર પાસેથી ચોરાયેલી જ્વેલરી મળી આવી છે.
ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ કહ્યું કે આરોપીએ ચોરીને અથવા કોઈની છેતરપિંડી કરીને જ્વેલરી મેળવી હોવાની શક્યતા છે. અમે સેક્શન 41 (ડ) હેઠળ તેની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલુ છે.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે લગભગ દશ દિવસ અગાઉ તે હિંમતનગરમાં પોલો ગ્રાઉન્ડ નજીક આવેલા મેમણ હાઉસમાં ઘૂસ્યો હતો અને 15,000 રૃપિયાની ચોરી કરી હતી.
આરોપીએ એવી કબૂલાત પણ કરી છે કે તેણે હિંમતનગરમાં એક કરિયાણાની દુકાનમાંથી 10,000 રૃપિયાની ચોરી કરી હતી. આરોપી ગુનાઈત ઇતિહાસ ધરાવે છે અને તેને લૂંટફાટ તથા પ્રોહિબિશન એક્ટને લગતા જુદા જુદા 17 ગુના હેઠળ પકડવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચે આજે બીજું એક ઓપરેશન પણ પાર પાડ્યું હતું જેમાં ખોખરા વિસ્તારમાંથી દિલીપ સિંહ વિહોલા નામની 34 વર્ષીય વ્યક્તિને પિસ્તોલ સાથે પકડવામાં આવ્યો હતો.
આ શસ્ત્ર ક્યાંથી આવ્યા અને તેણે અગાઉ પિસ્તોલનો ઉપયોગ કર્યો છે કે નહીં તેની તપાસ ચાલુ છે.
સૂત્રોએ કહ્યું કે વિહોલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે ખોખરા અને વટવા પોલીસ સ્ટેશનમાં અગાઉથી છ કેસ નોંધાયેલા છે.
ક્રાઈમ બ્રાન્ચે આજે સાહિલ ઉર્ફે માછી સબીરભાઈ અજમેરી નામના 21 વર્ષીય યુવાનને જુહાપુરામાંથી પકડ્યો હતો. અજમેરી હત્યાના પ્રયાસના એક કેસમાં વોન્ટેડ હતો.
તેની સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ છે.

Your email address will not be published.