જાણો ગુજરાતની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.માં કયા ત્રણ કોર્સ શરૂ થયા? રોજગારીની કેટલી તક છે?

| Updated: September 26, 2021 2:25 pm

ગુજરાતમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટિ ખાતે રવિવારના રોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ નવા અભ્યાસક્રમોનું શુભારંભ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્કૂલ ઓફ લૉ, ફોરેન્સિક જસ્ટિસ અને પોલીસી સ્ટડીઝ કોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટિ વિશ્વ કક્ષાની પ્રથમ યુનિ છે, જેમાં 65 દેશ રસ લઈ રહ્યા છે. યુનિવર્સિટિનું હેડ ક્વાર્ટર ગુજરાતમાં રહેશે અને કાયદાની સરળતા તથા ચુકાદાની સરળતા માટેના તમામ કોર્સ આ યુનિવર્સિટિમાં હશે.

આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રીજ્જુ હાજર રહ્યા હતા. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ તેમજ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ આર.એમ. છાયા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.  

આ ઉપરાંત નવનિયુક્ત રાજ્ય કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, આપણા સૌનું નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટિનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે સાકાર થયું છે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઓટો મોબાઈલ તેમજ એજ્યુકેશન જેવા સેક્ટરમાં ડેવલોપ કરવા પાયા સ્થાપ્યા હતા. નવા સમયમાં ટેક્નોલજી સાથે માનવ બળ આ યુનિવર્સિટિ પુરી પાડશે. Fslની મદદથી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં મદદ મળશે તેમજ આ યુનિ ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરશે. આ સાથે તેમણે કહ્યું કે અમિત શાહના પ્રયાસોના કારણે નેશનલ યુનિવર્સિટિએ વિશ્વના 68 દેશમાં ઓળખ ઉભી કરી છે.

આ ઉપરાંત કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુએ કાર્યક્રમમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ વિઝનથી આ શક્ય બન્યું અને હવે એનએફએસયુથી ભારતનું નામ નવી ઊંચાઈ પર પ્રસ્થાપિત થશે. તેમણે વિધ્યાર્થીઓને શુભેચ્છા આપતા કહ્યું કે NFSLનું અભ્યાસ ક્રમ બારીકાઈથી પસંદ કરવામાં આવ્યા છે અને 10 સેમસ્ટરમાં પાંચ વર્ષનો કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે અને વિધ્યાર્થીઓ નસીબદાર છે કે તેમને આવી વર્લ્ડકલાસ યુનિવર્સિટિમાં અભ્યાસ કરવાની તક મળશે.

Your email address will not be published. Required fields are marked *