આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલનું રાજકોટમાં આગમન

| Updated: May 12, 2022 2:04 pm

રાજકોટઃ આમ આદમી પાર્ટી (આપ)ના વડાનું ગુજરાતમાં રાજકોટ ખાટે આગમન થયું છે. રાજકોટમાં ગુજરાતમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, નેતા ઇશુદાન ગઢવી, સંસ્થાપક સભ્ય કિશોર દેસાઈ, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના નેતાઓએ રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતુ. આ સિવાય પક્ષમાં તાજેતરમાં જોડાયેલા કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ તેમનું સ્વાગત કર્યુ હતુ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવવાની છે ત્યારે તેને લઈને એક પછી એક રાજકીય પક્ષોમાં ચૂંટણીલક્ષી હિલચાલ તેજ થઈ ગઈ છે. ભાજપમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાન આવીને ગયા અને પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આવ્યા. કેજરીવાલ એક વખત આવી ગયા, તેના પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આવીને ગયા. હવે કેજરીવાલનું આગમન થયું છે. તેના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી પાછા 29મી મેના રોજ ગુજરાત આવવાના છે.

કેજરીવાલનો ગુજરાતનો આ બીજો પ્રવાસ છે. કેજરીવાલ પહેલા આપના દિલ્હી ખાતેના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આવી ચૂક્યા છે. કોંગ્રેસમાંથી પડતા રાજીનામાના પગલે અમુક ફાલ આપ ભણી પણ વળ્યો છે. તેમા રાજકોટમાં ઇન્દ્રનીલ જેવું મોટું માથુ અને કૈલાસ ગઢવી જેવું મોટું નામ આપમાં જોડાતા આપ જોરમાં આવી ગયું છે. તેને હવે ગુજરાતમાં આંકડે મધ દેખાવવા લાગ્યુ છે. આપને લાગી રહ્યું છે કે ગુજરાતમાં પહેલા સ્થાને ન પહોંચીએ તો કંઈ નહી પણ કોંગ્રેસમાં ગાબડું પાડીને બીજા સ્થાને પહોંચી તો શકીએ.

કોંગ્રેસ પણ ખા ખોટ નરેશ પટેલથી ભરપાઈ કરવામાં લાગી છે. નરેશ પટેલના નામના લીધે કોંગ્રેસને એટલો વિશ્વાસ આવી ગયો છે કે તે 2022ની વિધાનસભાની ચૂંટણી નરેશ પટેલના નામે તરી જવા માંગે છે. કોંગ્રેસને લાગે છે કે એન્ટિ ઇન્કમબન્સીની સાથે પટેલ ફેક્ટરને જોડીએ તો તે 2022ની વિધાનસભામાં છેલ્લા 25 વર્ષમાં કાઢ્યુ ન હોય તેવું કાઠું કાઢી શકે છે.

Your email address will not be published.