આજે છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો ક્યારે અને ક્યાં દેખાશે?

| Updated: April 30, 2022 10:42 am

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ (Solar Eclipse) આજે થવાનું છે. આ અવકાશી ઘટના મહિનાના બીજા નાવા ચંદ્ર સાથે એકરૂપ થશે, જેને બ્લેક મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્યની વચ્ચે આવે છે અને પૃથ્વી આપણા ગ્રહ પર પડછાયો નાખે છે. આ વર્ષે ઘટના આંશિક રીતે અવરોધિત કરશે. બ્લડ મૂન અને બ્લૂ મૂનની જેમ બ્લેક મૂનના નામની ઉત્પત્તિની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. ધ ઓલ્ડ ફાર્મર્સ અલમેનેક સૂચવે છે કે દરેક નવો ચંદ્ર એ બ્લેક મૂન છે કારણકે દરેક નાવા ચંદ્રના દિવસે, પૃથ્વી પરથી માત્ર ચંદ્રની શ્યામ અથવા કાળી બાજુ દૃશ્યમાન થાય છે. બ્લેક મૂનને દુર્લભ કહેવામાં આવે છે કારણકે તે સામાન્ય રીતે દર 32 મહિનામાં એટલે કે દર બે થી ત્રણ વર્ષમાં થાય છે. 

સૂર્યગ્રહણ ક્યાં ક્યાં જોવા મળશે ?

નાસાના જણાવ્યા અનુસાર, ગ્રહણ દક્ષિણ અમેરિકના ભાગો તેમજ ચિલી, આર્જેન્ટિના, ઉરુગ્વે, પશ્ચિમી પેરાગ્વે, દક્ષિણ પશ્ચિમ બોલિવિયા, દક્ષિણપૂર્વીય પેરૂ અને દક્ષિણ પશ્ચિમ બ્રાઝિલ ના નાના વિસ્તારમાંથી દેખાશે.  એન્ટાર્કટિકા અને પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરોમાં પણ દેખાશે. જે લોકો બ્લેક મૂન જોઈ શકતા નથી તેઓ ભારત સ્થિત અવકાશ યુટ્યુબ ચેનલ જ્ઞાન કી ગરીબી લાઇવ પર અવકાશી દૃશ્યનો લાઈવ સ્ટ્રીમ જોઈ શકે છે. 

આ પણ વાંચો: જેની પાર્ટીમાં કોઈ ટિકિટ લેવા તૈયાર ન હતું ત્યાં આટલી ભીડ જોઈ આનંદ થયો: એકે પટેલ

સૂર્યગ્રહણ શ માટે થાય છે? 

જ્યારે ચંદ્ર અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે અને પૃથ્વી પર તેની પડછાયાઓ પડે છે, ત્યારે  સૂર્યગ્રહણ (Solar Eclipse) થાય છે. જો કે, આંશિક સૂર્યગ્રહણ ત્યારે થાય  છે જ્યારે ચંદ્ર સૂર્યની ડિસ્કના માત્ર એક ભાગને રોકે છે અને તેમાંથી એક ગોળાકાર ભાગ કાપી નાખે છે. 

નાસા અનુસાર, આગામી ગ્રહણ તેના શિખર પર લગભગ 65% સૂર્યને અવરોધીત કરશે.  આંશિક સૂર્યગ્રહણ આજે સવારે 12:15 કલાકે દેખાશે. ગ્રહણ મોટાભાગના સ્થળોએ સવારે 2:11 વાગ્યે દેખાશે. ગ્રહણ સવારે 4.07 કલાકે સમાપ્ત થશે. 

Your email address will not be published.