ટ્રેડમાર્ક કેસનો વિવાદઃ અદાણી જૂથની તરફેણમાં કોર્ટનો ચુકાદો

| Updated: May 16, 2022 4:04 pm

અમદાવાદઃ ટ્રેડમાર્ક કેસમાં સ્થાનિક કોર્ટે અદાણી જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો છે. મિરઝાપુરની કોમર્સિયલ કોર્ટે આદેશ અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ અને એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપતા સ્થાનિક કંપની પીવી અદાણી જગલર હોક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને તેની પ્રોડક્ટ્સ અને સર્વિસિસનો ઉપયોગ કરવા અદાણી ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે.

અદાણી જૂથનો આરોપ છે કે બાયોડીઝલ, નેચરલ ગેસ, એલપીજી, લુબ્રિકેટિંગ ઓઇલ અને સોલર પેનલ્સ વગેરેના ઉત્પાદનમાં આ કંપની અદાણીના ટ્રેડમાર્કનો ઉપયોગ કરે છે, તે ટ્રેડમાર્કના નિયમનો ભંગ છે. બહુરાષ્ટ્રીય કંપનીનો દાવો છે કે તે 1999 અને 2000થી આ ટ્રેડમાર્કનો ઉપયોગ કરી રહી છે. 2020માં કોર્ટે પીવી અદાણી જગલર હોક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ પર કોઈપણ ઇન્ટરનેટ આધારિત પ્લેટફોર્મ માટે અદાણી ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા બદલ કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો. આ ફર્મની સ્થાપના 2019માં થઈ હતી.

કોર્ટ દ્વારા વચગાળાના ચુકાદાના પગલે બંને કંપનીઓએ કરાર કર્યો હતો અને પીવી અદાણી જગલર હોક પ્રાઇવેટ લિમિટેડે બહુરાષ્ટ્રીય કંપનીને ખાતરી આપી હતી કે તે તેની પ્રોડક્ટ્સ અને બેન્ચમાર્કનો ઉપયોગ નહી કરે. કોર્ટે આ સ્ટેટમેન્ટને રેકોર્ડ કર્યુ હતુ અને ટ્રેડમાર્ક સુટના સંદર્ભમાં આદેશ બહુરાષ્ટ્રીય કંપનીની તરફેણમાં આપ્યો હતો.

Your email address will not be published.