તુષાર મહેતાને સોલિસિટર જનરલના પદેથી દૂર કરોઃ તૃણમૂલની માંગ

| Updated: July 2, 2021 4:31 pm

તૃણમૂલ કોંગ્રેસે વડાપ્રધાનને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે જેમાં તુષાર મહેતાને સોલિસિટર જનરલના પદેથી દૂર કરવા માંગણી કરી છે. પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં એવા કેટલાક વીડિયો બહાર આવ્યા છે તેના પરથી જાણવા મળે છે કે સુવેન્દુ અધિકારીએ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા સાથે તેમના નિવાસસ્થાને કેટલીક મુલાકાતો કરી છે. સુવેન્દુ અધિકારી સામે કેટલાક ગંભીર આરોપો છે અને સીબીઆઈ તથા ઇડી તેમની તપાસ કરે છે. તેથી આ મુલાકાતોને ધ્યાનમાં રાખીને તુષાર મહેતાને તેમના પદ પરથી દૂર કરવા જોઈએ.

Your email address will not be published.