ખેડામાં સ્વાઇન ફ્લૂના બે કેસ નોંધાયા, બન્ને બાળકો સારવાર હેઠળ

| Updated: July 27, 2022 3:27 pm

ખેડામાં સ્વાઇન ફ્લૂ બે કેસ સામે આવ્યા છે જેમાં બે બાળકોમાં આ સ્વાઇન ફ્લૂ સામે આવ્યો છે.કોરોનાના કેસોમાં હજુ થોડો ધટાડો જોવા મળ્યા ત્યાં હવે સ્વાઇન ફ્લૂના કેસો સામે આવ્યા છે જેને લઇને હવે આરોગ્ય તંત્રમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

કોરોનાને કારણે લોકો ધણા હેરાન થયા છે પરંતુ હવે કોરોનાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે એટલે તેમાં પણ ચિંતા જોવા મળી રહી છે.વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે સ્વાઇન ફ્લૂનો કેસો આવતા પુરા પંથકમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.આ સાથે સરકાર અને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.

નડિયાદમાં બે કેસ નોંધાયા છે અને તેમાં પણ આ બન્ને બાળકો છે.તેમને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.બન્ને ઉંમરની વાત કરવામાં આવે તો 11 વર્ષની આસપાસ જ હતી.

ગઇ કાલના કોરોનાના કેસોના આંકડામાં અમદાવાદ ટોપ પર

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સૌથી મોટો આંકડો સામે આવ્યો છે.315 કેસ સામે આવ્યા છે.જો રસીકરણની રાજયમાં વાત કરવામાં આવે તો 2,96,278 લોકોને રસીના ડોઝ આપી દીધા છે.વધી રહેલા કોરોનાના કેસો જોઇ એવું લાગી રહ્યું કે કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જો હજુ પણ લોકો ધ્યાન નહી રાખે તો કોરોનાના કેસોમાં હજુ પણ વધારો થઇ શકે છે અને ચોથી લહેર આવી શકે છે.

Your email address will not be published.