સેટેલાઇટ પંજાબ નેશનલ બેંકના એટીએમ કેબીનમાંથી એસી અને કોમ્પ્રેસરની ચોરી કરનાર બે પકડાયા

| Updated: August 6, 2022 6:43 pm

સેટેલાઇટ પંજાબ નેશનલ બેંકના એટીએમ કેબીનમાંથી 1 ઓગસ્ટે એસી અને કોમ્પ્રેસરની ચોરી થઇ હતી. પોલીસે એસી અને કોમ્પ્રેસર સહિત જુહાપુરાના બે તસ્કરોને પકડી પાડ્યા હતા. આરોપી ટોળકીએ એલીસબ્રીજ, કાગડાપીઠ અને પરીમલ ગ્રાર્ડન નજીક પણ ચોરી કરી હોવાનું સેટેલાઇટ પોલીસે જણાવ્યું હતુ.

મૂળ યુપીના અને હાલ અમદાવાદમાં આવેલા શાસ્ત્રીનગર સરસ્વતી બિલ્ડીંગમાં અજય શુક્લા પરિવાર સાથે રહે છે. તેઓ પંજાબનેશાલ બેંકમાં સેટેલાઇટ બ્રાંચમાં સીનીયર મેનેજર તરીકે છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે. બેંકની બાજુમાં બેંકનું એટીએમ આવેલું છે. દરમિયાનમાં ગત 1 ઓગસ્ટ સાફ સફાઇ કરનાર કર્મચારીએ એટીએમ સાફસફાઇ કર્યું ત્યારે તે કેબીનમાં એસી ન હતું. બાદમાં તપાસ કરતા એટીએમમાં લગાવેલું એસી અને બહારનું કોમ્પ્રેસર પણ ન હતું. આમ બેંકના એટીએમમાંથી તસ્કરો એસી અને કોમ્પ્રેસર ચોરીને લઇ ગયા હતા.

આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે એટીએમ અને આસપાસના સીસીટીવી ફુટેજની જીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન આદિલ મન્સુરઅલી દરબાર (રહે. સંકલીતનગર, એપીએમસી માર્કેટ જુહાપુરા) અને નદીમ અબ્દુલગની શેખ (રહે. સંકલીતનગર, જુહાપુરા)ને પકડી પાડ્યા હતા.

બંને એશીપી રીપેરીંગનું કામ કરે છે તેથી એસી લગાવવા સહિતની તમામ માહિતી જાણતા હતા. તેમણે સેટેલાઇટ પંજાબ નેશનલ બેંકના એટીએમ, એલીસબ્રીજ ખાતે આવેલા એસબીઆઇ બેંકના એટીએમ, કાગડાપીઠ વિસ્તારમાં આવેલા એસબીઆઇ બેંકના એટીએમ અને પરિમલ ગાર્ડન પાસે આવેલા એસબીઆઇ બેંકના એટીએમમાંથી એસી અને કોમ્પ્રેસરની ચોરી કરી હતી.

Your email address will not be published.