હનીટ્રેપ દ્વારા ઉદ્યોગપતિ પાસેથી 2.7 લાખ રૂપિયા પડાવનારા પકડાયા

| Updated: August 6, 2022 1:41 pm

આંબાવાડીના રહેવાસી (#Resident) અને 30 વર્ષીય વેપારીને એક મહિલાએ હની ટ્રેપમાં (#Honeytrap) ફસાવીને 2.7 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આંબાવાડીના રહેવાસી રાજેન્દ્ર જૈન (30)એ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદાં જણાવ્યું હતું કે આઇઓસી રોડ હોમટાઉન-4માં ચાંદખેડા (#Chandkheda) ખાતે રહેતી 30 વર્ષીય કવિતા નાઇક અને તેના બે મિત્રો રમેશ સુથાર અને ભાવેશ ડાભી પર હની ટ્રેપનો આરોપ લગાવ્યો છે.

જૈન ક્વેક ક્વેક એપ દ્વારા નાઇકના સંપર્કમાં આવ્યા હતા અને પછી નિયમિત રીતે ચેટ કરવા લાગ્યા તા. કવિતાએ જૈનને ઘરે બોલાવ્યા હતા અને ગપસપ કરી કોફી પીધી હતી. 28 જુલાઈના રોજ તેણે જૈનને જણાવ્યું હતું કે તેનો પતિ સુરતમાં હશે અને તે તેની સાથે વાત કરવા માંગે છે. જૈન 29 જુલાઈના રોજ બપોરે સાડા બાર વાગે તેના ઘરે નાઇકને મળ્યો હતો. તેના પછી કવિતા તેને બેડરૂમમાં ખેંચી ગઈ હતી. તેના કપડા ઉતાર્યા હતા અને સંબંધ બાંધવાની લાલચ આપી હતી. તેના પછી બે શખ્સો ઘરમા ઘૂસી જૈનને માર મારવા લાગ્યા હતા. તેમાથી એકે પોતાની ઓળખ વકલ તરીકે આપી હતી અને જૈન પર બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી.

તેઓએ જૈનનો ફોન આંચકી લીધો હતો અને તેની પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી. જૈને માંડ-માંડ 2.7 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી જ તેને જવા દેવામા આવ્યો હતો. કવિતા નાઇકના સાગરિતે ફોન કરી વધુ પૈસાની માંગ કરતી તેણે ચાંદખેડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચાંદખેડાના પીઆઇ વીએસ વણઝારાએ જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીએસઆઇ જીવી ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલા તેના પતિથી અલગ થઈ ગઈ છે અને સુથારના ઘરે રહે છે. બંને શખ્સો રાજસ્થાનના મિત્રો છે. જો કે ત્રણેય ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી.

પોલીસે આ ઘટનાના સંદર્ભમાં જણાવ્યું છે કે લોકોએ આ રીતે અજાણી એપ ડાઉનલોડ કરતા અને તેમા કોઈની સાથે સંપર્ક કરતા પહેલા ચેતવું. આ પ્રકારના અજાણ્યા એપ દ્વારા મોટાભાગે છેતરપિંડી જ થાય છે. તેમા નાણા મળવાની વાત બાજુએ રહી ખાતુ ખાલી થઈ જવાની સંભાવના ઘણા પ્રમાણમાં રહે છે.

Your email address will not be published.