વાડજ શિશુભવનમાંથી બે સગીરા ગુમ થતા અપહરણનો ગુનો નોધાયો: પોલીસે શોધખોળ હાથ ધરી

| Updated: June 30, 2022 4:43 pm

અમદાવાદ:નવા વાડજના ભીમજીપૂરા વિસ્તારમાં આવેલા મિશનરી ઓફ ચેરિટી નિર્મલા શિશુભવનમાંથી બે સગીરા ગૂમ થઈ જતા સંસ્થાના સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. સંસ્થાના કર્મચારીઓની શોધખોળ બાદ આખરે સગીરા ન મળતા આ અંગે પોલીસને જાણ કરાઇ હતી. આ અંગે વાડજ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વાડજ વિસ્તારમાં આવેલા મિશનરી ઓફ ચેરિટી નિર્મલા શિશુભવન ચિલ્ડ્રન ફોમ ગર્લ્સ આવેલું છુ તેના પ્રેસિડન્ટ સિસ્ટર મંગદાલીના જોને વાડજ પોલીસ સ્ટેશનમાં બે ગુમ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તેમાં વિગોત એવી હતી કે, સંસ્થામાં રહેતી બે છોકરીઓ હાજર ન હોવાની જાણ સિસ્ટર મંગદાલીને કરવામાં આવી હતી. બંને બુધવારે સાંજના 7.30થી 7.45 વાગ્યાના સમયગાળા દરમિયાન સંસ્થાના પાછળના દરવાજેથી ક્યાંક ચાલી ગઈ હોવાનું સંસ્થા માની રહી છે.

જોકે પાછળના દરવાજેથી બહાર નિકળ્યા બાદ તે પરત પણ આવી ન હતી.સગીરા ગુમ થયાની જાણ થતાં સ્ટાફ સહિતના લોકોએ તેમની આસપાસના વિસ્તારમાં જઇ શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે મળી આવી ન હતી.સંસ્થાના કર્મચારીઓ તેમની શોધખોળ ન કરી શકતા આખરે પોલીસને જાણ કરાઇ હતી.એક સગીરાને ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાંથી સીડબ્લ્યુસીના હુકમથી ફરિયાદીની સંસ્થા મિશનરી ઓફ ચેરિટી નિર્મલા શિશુભવન ચિલ્ડ્રન ફોમ ગર્લ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેના પિતા ગીતા મંદિર વિસ્તારમાં રહેતા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. આ અંગે વાડજ પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.