બહેરામપુરાથી 477 કફ સિરપની બોટલ સાથે બે શખ્સો પકડાયા, બે ફરાર

| Updated: May 19, 2022 9:30 pm

શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બેહરામપુરા ખાતેથી નશોનો કારોબાર કરનાર બે શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 477 કફ સીરપ બોટલ એસઓજીએ પકડી પાડી હતી. વધુ બે આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. દારુ અને ડ્રગ્સ મોઘા પડતા લોકો નશો કરવા માટે કફ શીરપ તરફ વળ્યા છે અને તેનું વેચાણ દિવસે દિવસે વધતુ જતુ હોવાનુ નકારી શકાય તેમ નથી. બંને આરોપીઓને કફ સીરપનો ફેરો કરવાના 4 હજાર રુપિયા મળતા હતા.

અમદાવાદ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ગેરકાયદેસર રીતે કફ સિરપનો જથ્થો લઇ દાણીલીમડાથી પસાર થવાના છે. એસઓજીએ વોચ ગોઠવી દાણીલીમડામાંથી બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીની નામ સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમઅલી હાશ્મી હતો. બંને આરોપીને એસઓજીએ 477 નંગ કફ સિરપની બોટલો સાથે પકડી પાડ્યા હતા.

કફ સિરપનો આ જથ્થો વિમલ નામના વ્યક્તિ પાસેથી સરસપુરથી લાવ્યા હતા. આ જથ્થો વટવા ચાર માળીયામાં રહેતા રફીક ઉર્ફે લાલપરી નામના વ્યક્તિને આપવાનો હતો. આ ગુનાના બે મુખ્ય માસ્ટર માઇન્ડ હજી ફરાર છે. બન્ને આરોપી રિક્ષા ડ્રાઇવીંગ કરે છે અને પોતે પણ કોડેઈન કફ સિરપના બંધાણી છે. સાથે જ એક ફેરો કરવાના 4000 રૂપિયા મળતા હોવાથી આ હેરફેર કરતા હતા અને પોતાની પણ નશાની આદત હોવાથી તેમને કફ સીરપ મળી રહેતી હતી.

Your email address will not be published.