દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અનેક રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
જોકે હાલ તેઓ ઘરે જ આઈસોલેટ થયા છે અને તેમના સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા.