રાજયમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા, જીરૂ અને ચણાના પાકને વ્યાપક નુકશાન

| Updated: January 6, 2022 5:34 pm

રાજયમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે. આગાહીને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ જીરું, વરિયાળી અને ચણાના પાકને ભારે નુકસાનની ભીતી સર્જાઈ છે.

ગુજરાતના સુરેન્દ્રનગર સહિત જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી આપી છે. માવઠાને કારણે ઉભા રવિ પાકને ભારે નુકસાન થયું છે. જેથી રાજયના ખેડૂતોએ સહાય માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે રાજયના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 78 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ માવઠા પડ્યા છે. જેને લઇને શિયાળા પાકને મોટું નુકસાન થયું છે.

જીરા બાદ ચણાના પાકને નુકસાન થયું છે. માવઠાના પગલે ચણાનો પાક પલળી ગયો છે. માવઠાને કારણે જીરાના વાવેતર ઉપર માળખાનું પાણી પડતાં જીરાના વાવેતરમાં સુકારો આવવાની નોબત સર્જાઇ છે. જેને લઇને ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે.

Your email address will not be published.