અખિલેશ યાદવ, ચૌધરી જયંત સિંહનું પશ્ચિમ યુપીમાં સંયુક્ત પ્રદર્શન

| Updated: January 29, 2022 2:32 pm

હાથમાં લાલ કપડામાં વીંટળાયેલા અનાજની “પોટલી” સાથે સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા અખિલેશ યાદવે 17 જાન્યુઆરીએ લખનૌમાં ખેડૂત તેજિન્દર સિંહ બિર્કની હાજરીમાં જે પ્રતિજ્ઞા લીધી હતી તેનું પુનરાવર્તન કર્યું હતું. ઓક્ટોબરમાં કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાએ એસયુવી દોડાવીને અવધના લખીમપુર ખેરી ખાતે દેખાવકારોને અડફેટે લીધા હતા, જેમાં આઠનાં મોત નીપજ્યાં હતાં.તેજિન્દર સિંહ બિર્ક ઘાયલ થયેલા દેખાવકારો પૈકીનાં એક હતા.

 મુખ્યત્વે શેરડીની ખેતી કરતા ખેડુતોએ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ (જે પાછળથી સંસદ દ્વારા રદ કરવામાં આવ્યા હતા) અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો નહીં કરવાના અને સુગર પ્રોસેસિંગ મિલોની બાકી ચૂકવણીનો વિરોધ કરી રહ્યા હતા.

અખિલેશે આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશના સુગર બેલ્ટમાં મુઝફ્ફરનગરમાં એક પત્રકાર પરિષદમાં પોતાના વચનો ફરી દોહરાવ્યા હતા.જેમકે મફત સિંચાઈ, 300 યુનિટ મફત વીજળી, પાક ખરીદીના 15 દિવસમાં ચુકવણી અને વાર્ષિક બજેટમાં વિશેષ ફાળવણી દ્વારા ખેડૂતો માટે રિવોલ્વિંગ ફંડ ઉભુ કરવાનું વચન આપ્યું હતું.

અખિલેશની બાજુમાં 2019થી તેમના સાથી રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ ચૌધરી જયંત સિંહ હતા, મુઝફ્ફરનગર જતાં પહેલા અખિલેશે ટ્વીટ્ કરીને આરોપ લગાવ્યો હતો કે દિલ્હીથી રોડ માર્ગે 130 કિમીનાં અંતરે આવેલા મુઝફ્ફરનગર જવા કોઇ કારણ વિના તેમનાં હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

જયંત સાથેનું આ પ્રેસર રાજકીય રીતે મહત્ત્વનું હતું અને ભાજપે આરએલડીના વડાને સપા સાથેના તેમના સંબંધો પર ફેરવિચારણા કરવા અને થોડા દિવસો પહેલાં જ ભાજપ સાથે આવવા આહ્વાન કર્યું હતું. ભાજપે આ ઓફર કરી કેમકે એવું મનાઇ રહ્યું છે કે આરએલડી તેને ફાળવવામાં આવેલી બેઠકોથી નારાજ છે.જોકે બેઠકોની વહેંચણીનું કામ પુરું થયું નથી.

સ્થાનિક જાટ નેતાઓ સાથેની બેઠકમાં, યુપી અને ઉત્તરાખંડની ચૂંટણીઓનું માઇક્રો-મેનેજિંગ કરી રહેલા ગૃહમંત્રી અમિત શાહે ભાજપના ઇતિહાસને યાદ કરાવતા દાવો કર્યો હતો કે છેલ્લા ૬૫૦ વર્ષોથી મુઘલો જાટ અને ભાજપનાં સમાન દુશ્મન છે, તેથી તેઓ આજ સુધી ઉંડા સંબંધથી જોડાયેલા છે.  

રસપ્રદ વાત એ છે કે, અમિત શાહે તેમના ભાષણમાં 2013ની મુઝફ્ફરનગર કોમી હિંસાનો ફરી ઉલ્લેખ કર્યો ન હતો. કોમી હિંસાના તે બનાવોએ પશ્ચિમ યુપીને નુકસાન પહોંચાડ્યું હતું અને મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે તણાવ પેદા થયો હતો.જેના પરિણામે 2014, 2017 અને 2019 ની ચૂંટણીઓમાં હિંદુઓનું ભાજપ તરફ ધ્રુવીકરણ થયું હતું. 2017ની ચૂંટણી પહેલા એવા સંકેતો હતા પશ્ચિમ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતો જાટ સમુદાય શેરડીના ખેડૂતોના મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારથી નારાજ છે. અમિત શાહે હસ્તક્ષેપ કરીને સ્થાનિક સમુદાયના પ્રતિનિધિઓ સાથે વાત કરી અને તેમણે ભાજપ તરફી મતદાન કર્યું.

2022માં, ચૂંટણીઓ લાંબા સમયથી ચાલેલા ખેડૂતોના વિરોધની પૃષ્ઠભૂમિ સાથે થઈ રહી છે.જયારે કાયદા પાછા ખેંચાયા ત્યારે જ તે બધુ બંધ થયું હતું.ટિકૈત ભાઈઓ, રાકેશ અને નરેશની આગેવાની હેઠળ પશ્ચિમ યુપીના જાટ પંજાબ અને હરિયાણાના આંદોલનકારીઓ સાથે જોડાયા અને યુપીની ચૂંટણીઓને કારણે આંદોલન રાજકીય બન્યું હતું.

આરએલડી અને પાછળથી સપાએ જ્યારે એ સ્પષ્ટ પણે કહ્યું કે આ વિરોધ પ્રદર્શનોની અસર યુપીના અન્ય ભાગોના ખેડૂતો પર પડી હતી, જેમાં નાના અને સીમાંત ખેડૂતોનો પણ સમાવેશ થાય છે, જેમણે શાકભાજી અને ફળો માટે પણ લઘુત્તમ ટેકાના ભાવ અથવા એમએસપીની માંગણી કરી હતી.

અન્ય કૃષિ મુદ્દાઓ જેમ કે સિંચાઈમાં અસમાનતા,બજારો સુધી પહોંચવામાં મુશ્કેલી,ખાતર અને યુરિયાની અછતને લગતા હતા. 10 ફેબ્રુઆરીના રોજ યુપીની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 41 બેઠકો પર મતદાન હોઇ કયા પરિબળો પરિણામ નક્કી કરી શકે છે?

સપા-આરએલડી ગઠબંધનની તાકાત અને સમજુતી

2017માં જ્યારે અખિલેશે રાહુલ ગાંધી સાથે જોડી બનાવી ત્યારે “યુપી કે દો લડકે” (યુપીના બે છોકરાઓ)નો નારો હતો.જોકે આ ગઠબંધન જોરદાર રીતે નિષ્ફળ ગયું. અખિલેશને સત્તા ગુમાવવી પડી અને કોંગ્રેસની બેઠકો ઘટીને એક આંકડા સુધી પહોંચી ગઇ. આ વખતે પણ મુખ્ય વિપક્ષનું વર્ણન બે છોકરાઓ વિશે હશે, પરંતુ થોડુ અલગ છે.
અખિલેશ અને જયંત રાજકીય વારસો છે. જયંત ચૌધરી ચરણ સિંહનાં વારસાને આગળ ધપાવી રહ્યા છે. જેમને આજે પણ યુપીના સૌથી મોટા ખેડૂત નેતા માનવામાં આવે છે. અખિલેશના પિતા મુલાયમ સિંહ યાદવ ચરણ સિંહના શિષ્ય હતા અને એક સમય હતો કે જ્યારે ચરણ સિંહ તેમના રાજકીય વારસ તરીકે મુલાયમનો અભિષેક કરવા માંગતા હતા. આજે મુઝફ્ફરનગર ખાતે, અખિલેશે ચરણ સિંહના વારસાને યાદ કરીને તેમને અને જયંતને ખેડૂતોના પુત્રો ગણાવ્યા.
 તે સ્પષ્ટ છે કે સપા-આરએલડીની ઝુંબેશમાં ખેતી અને ખેડૂતો પર ભાર મુકવામાં આવ્યો છે. કેમકે અખિલેશ કહે છે કે ભાજપે ખેડુતોને આપેલા વચનો ક્યારેય પૂરાં કર્યાં નથી.

જાટ પરિબળ

શું અગાઉની જેમ જાટ સમુદાય ખેડૂતો અથવા કટ્ટર હિંદુ તરીકે મતદાન કરશે? ભાજપના ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાંથી ભગાડવામાં આવ્યા અંગેના અહેવાલો અને વિડિયો બહાર આવતાં ભાજપે નુકસાન રોકવા પગલાં લીધા હતા. જેમાં મુખ્યત્વે જાટોની ધાર્મિક લાગણીઓને જગાવીને જાટ-યાદવનાં અતિશયોક્તિભર્યા લાગતા વિરોધાભાસોને ભડકાવવાનું હતું.

મંડલ પછીના તબક્કામાં યાદવોના ઉદય અને સમૃદ્ધિને કારણે, પછાત જ્ઞાતિના યાદવો પ્રત્યે જાટોમાં ઈર્ષ્યા રહી છે,પરંતુ આ ઈર્ષા ક્યારેય વિરોધમાં ફેરવાઇ નથી. જાટ અને યાદવો વચ્ચે જાતિગત અથડામણો ભાગ્યે જ જોવા મળે છે.તેથી હવે તે જોવાની જરૂર છે કે જાટ લોકો તેમનો મત સપાના ઉમેદવારને અને યાદવો આરએલડીના ઉમેદવારને આપે છે કે નહીં?

આ વિસ્તારમાં યાદવોનું ખાસ વર્ચસ્વ નથી. અન્ય પછાત જાતિઓ ભાજપનું સમર્થન કરી શકે છે  પરંતુ તેઓ આ વખતે અન્ય લોકોની જેમ આજીવિકા માટે પરેશાન છે. જોવાનું એ રહે છે કે છે કે શું ધર્મ આર્થિક સમસ્યા પર હાવી થાય છે કે પછી આર્થિક સમસ્યા તેના પર હાવી થાય છે?

દલિતો ચુંટણીમાં એક નોંધપાત્ર પરીબળ છે.પ્રભાવશાળી જાટવો હંમેશા માયાવતીની સાથે રહ્યા છે જે આ ચૂંટણીઓમાં આક્રમક લાગતા નથી.

Your email address will not be published.