યોગી ગઢમાં ગાબડા, વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું

| Updated: January 13, 2022 3:19 pm

આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. ત્યારે યોગી સરકારની વધુ એક વિકેટ પડી ગઈ છે. બીજેપી ધારાસભ્ય મુકેશ વર્માએ રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું છે કે ભાજપની રાજ્ય સરકારે તેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન દલિત, પછાત અને લઘુમતી સમુદાયના નેતાઓને કોઈ મહત્વ આપ્યું નથી અને તેમને કોઈ સન્માન પણ આપ્યું નથી.

મુકેશ વર્માએ રાજીનામું આપતા જણાવ્યું છે કે, બીજેપી દ્વારા નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. આ વલણને કારણે હું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. સ્વામી પ્રસાદ મૌર્ય શોષિત-પીડિતોનો અવાજ છે, તેઓ આપણા નેતા છે. હું તેમની સાથે છું.

Your email address will not be published.