બોલીવુડ એક્ટર વરુણ ધવન અમદાવાદમાં રહેનાર એક યુવતી માટે મસીહા બન્યો છે. આ મામલાની વિગત પ્રમાણે, એક યુવતીએ વરુણ ધવનને ટ્વીટમાં ટેગ કરીને પોતાના પિતા દ્વારા આપતા માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ કરી કરી હતી.
યુવતીએ લખ્યું હતું કે, “આદરણીય સર, મારા પિતા દ્વારા મને ઘણી વખત માર મારવામાં આવ્યો છે અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. તે દરરોજ મારી અને મારી માતા સાથે દુર્વ્યવહાર કરે છે. તે, ઘણા દિવસો સુધી મને ખાવા દેતા નથી, અને અપશબ્દોનો ઉપયોગ કરીને અમને ધમકી પણ આપે છે. ” તેણીએ અન્ય ટ્વીટ્સમાં તેના પિતાના અપમાનજનક સ્વભાવની વિગતો આપી હતી, નોંધ્યું હતું કે તેણીએ તેની સામે એકવાર ફરિયાદ કરી હતી પરંતુ ગુજરાત પોલીસે તેને થોડા કલાકો પછી છોડી દીધો હતો.
યુવતી આ ટ્વીટ 6 જૂનના રોજ કર્યું હતું અને બોલીવુડ સ્ટાર દ્વારા તેનો રિપ્લાઇ થોડીક જ મિનિટોમાં કરવામાં આવ્યો હતો.
વરુણ ધવનના આ ટ્વીટ બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપી પિતાની ધરપકડ કરી હતી. અમદાવાદ પોલીસએ શનિવારે સવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, આરોપીની CrPcની ધારા 107 અને 110 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.