ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે

| Updated: August 6, 2022 8:42 am

ઉપરાષ્ટ્રપતિની (vice president) ચૂંટણી માટે મતદાન આજે એટલે કે 6 ઓગસ્ટ 2022ના રોજ યોજાશે. મતદાન સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન બાદ તરત જ મતપત્રોની ગણતરી કરવામાં આવશે. અને મોડી સાંજ સુધીમાં રિટર્નિંગ ઓફિસર દ્વારા દેશના નવા ઉપરાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે. નવા ઉપરાષ્ટ્રપતિ 11 ઓગસ્ટે શપથ લેશે.

આ વર્ષે, 16મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે, ઈલેક્ટોરલ કોલેજમાં રાજ્યસભાના 245 સભ્યો અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા કરવામાં આવશે. ચૂંટણી પંચ અનુસાર દરેક સભ્યના મતનું મૂલ્ય સમાન હશે.

સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના ઉપરાષ્ટ્રપતિ (vice president)પદના ઉમેદવાર જગદીપ ધનખડ  છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે માર્ગારેટ આલ્વાને પદ માટે તેના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.

ધનખડની જીત નિશ્ચિત જણાય છે, કારણકે, ભારતીય જનતા પાર્ટી પાસે લોકસભામાં 303 અને રાજ્યસભામાં 91 સભ્યો છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર ધનખડને 500થી વધુ મત મળવાની શક્યતા છે. JDU, YSRCP, શિવસેના અને AIADMKનું સમર્થન પણ ધનખડને છે. આ દરમિયાન અલ્વાને લગભગ 200 મત મળવાની શક્યતા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે આલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ ન સાધવાના પ્રયાસોને ટાંકીને મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ટીએમસીના 23 સાંસદો છે. દરમિયાન આપ આદમી પાર્ટી (AAP), તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપી રહ્યાં છે.

આ પણ વાંચો: રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 100ને પાર : 1988 બાદ ભાજપ આ સિદ્ધિ મેળવનારી પ્રથમ પાર્ટી

Your email address will not be published.