Big Boss 15: ભૂતપૂર્વ સ્પર્ધક વિધિ પંડયાએ કર્યો મિત્ર તેજસ્વી પ્રકાશને સપોર્ટ, કહ્યું ‘તે પોતના શબ્દો પર અડગ રહે છે’

| Updated: January 19, 2022 11:50 am

બિગ બોસ 15 હવે ધીમે ધીમે ફિનાલે તરફ આગળ વધી રહ્યું છે અને બધા સહભાગિયો તેમના પ્રેક્ષકો ને આકર્ષવા માટે પોતનું બેસ્ટ પ્રદશન આપી રહ્યા છે. બધા જ સ્પર્ધકોમાંથી, જેણે ધ્યાન ખેંચ્યું છે તે તેજસ્વી પ્રકાશ. તે સૌથી વધુ ચર્ચામાં રહેતી ખેલાડી છે અને ખૂબ મજબૂત સ્પર્ધક ગણવામાં આવે છે. હમણાંજ , ભૂતપૂર્વ સ્પર્ધક વિધિ પંડયાએ એક ઇન્ટરવ્યૂમાં, તેજસ્વીની રમત પર વાત કરી અને કહ્યું કે તે પોતના શબ્દો પર અડગ રહે છે.

વિધિએ કહ્યું કે આખા ઘરમાં મારુ સ્ટ્રોંગગેસ્ટ કનેક્શન તેજસ્વી સાથે રહ્યું હતું. તેના માટે મારી લાગણી ત્યારે વધી જ્યારે તે મુખ્ય ઘરમાં શિફ્ટ થઈ ત્યારે હું જંગલમાં હતી, તેણે બીજા કોઈ પણ સાથે સુવાની ના પાડી દીધી હતી કારણેકે તેણે મને પ્રોમિસ આપયુ હતું તે મારા સિવાય કોઈની સાથે બેડ શેર નહીં કરે. તે પોતાના શબ્દોની ખૂબ પાકી છોકરી છે. આજના સમયમાં પોતાની જાત સાથે સાચા રહેવા હિંમતની જરૂર પડે છે પરંતુ મને તેના પર ખૂબ ગર્વ છે અને તેણે તેજસ્વીને ખૂબખૂબ પ્રેમ અને સકારાત્મક ઉર્જા પાઠવી છે. તેણે તેજસ્વીના ફેન્સને અરજી કરી છે કે તે તેને સપોર્ટ કરે.

હમણાં જ સ્પર્ધકો ને તેમના પરિવારના લોકો સાથે વર્ચ્યુઅલ રીતે વાત કરવાનો મોકો મળ્યો હતો. તેમાં તેજસ્વી પ્રકાશના ભાઈ પ્રતિક વાયંગંકરે તેની સાથે વિડીયો કોલ દ્વારા વાત કરી હતી અને તેમની માતાએ કરણ કુન્દ્રા સાથેના તેના સંબંધોને મંજૂરી આપી છે. તેજસ્વી કરણ તરફ ઈશારો કરીને તેના ભાઈને પૂછે છે, “શું તમે તેને પસંદ કરો છો?” તેના ભાઈ એ જવાબ આપ્યો, “હા મમ્મી એ પણ હા પાડી” અને કરણના પરિવારજનો એ પણ તેના અને તેજસ્વી સાથેના સબંધોને મંજૂરી આપી છે. તેમણે તેજસ્વીને ખુલ્લા દિલથી અપનાવી લીધી છે અને તેને ઘરનું એક મહત્વ નું સદસ્ય ગણાવ્યું છે.

Your email address will not be published.