ઉનાળો શરૂ થતાની સાથે રાજકોટના આ ગામમાં જળસંકટ

| Updated: April 4, 2022 3:59 pm

ઉનાળો શરૂ થતાની સાથે અનેક જીલ્લાઓના ગામડાઓમાં પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે અને તેને કારણે અનેક લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.

તો આવી જ એક સમસ્યાથી લોકો રાજકોટ જીલ્લના વીંછીયા તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે અને તેને લઇને ગામ લોકો હેરાન થઇ રહ્યા છે.

રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યા છે નર્મદાની પાણીની લાઈન છે પરંતુ પાઈપમાં પાણી આવી રહ્યું નથી અને લોકોને પીવાના પાણી માટે ઢોરના અવેડામાંથી પાણી ભરીને પીવું પડે છે.આ ગામમાં નર્મદાની લાઇન હોવા છતા ત્યાં પાણી માટે લોકો હેરાન થઈ રહ્યા છે કારણે કે તેમાં પાણી આવી રહ્યું નથી.

દર વખતની જેમ આ વર્ષના પણ પાણીની સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.ત્યારે રાજકોટ જિલ્લાઓના કોઇ ગામડાઓમાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.જેને લઇને લોકોને અવેડાનું પાણી પિવાનો વારો આવ્યો છે.

ગામ લોકોને પિવાનું પાણી મળી રહ્યું નથી જેના કારણે હવે લોકોને હવે ગામ છોડવા જેવી પરિસ્થિતી સર્જાય છે.

તાલુકાના લાખાવાડ ગામની વાત કરી એ તો 4 હજારની વસ્તી ધરાવતું ગામ છે પરંતુ આ ગામના લોકો હેરાન- પરેશાન થઇ ગયા છે.ગામ લોકો પિવાના પાણી માટે વલખા મારી રહ્યા છ. આ ગામના લોકો એક જગ્યા પર પાણી પી રહ્યા છે એટલે કે અહિંયાથી પશુઓ અને લોકો બને પાણી પિ રહ્યા છે.જો આવુ ને આવુ રહશે તો લોકો મજબૂરીમાં ગામ છોડવા જેવી પરિસ્થિતી સર્જન થઇ છે.

Your email address will not be published.