રાજકોટમાં ભીષણ ગરમી વચ્ચે બુધવારથી ત્રણ દિવસ સુધી પાણીનો કાપ

| Updated: April 27, 2022 2:14 pm

રાજકોટમાં આજથી 3 દિવસ માટે પાણીકાપ રહેશે અને તેની સાથે લોકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે કેમકે ભર ઉનાળે પાણીનો કાપએ લોકોની મોટી સમસ્યા કહી શકાય

રાજકોટમાં પાણીના (Water) કાપને લઇને લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે અને બુધવારથી ત્રણ દિવસ સુધી પાણીનો કાપ મુકવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.નર્મદા યોજના આધારિત ન્યારા ઓફ ટેક પર રો-વોટરની ટાંકી સફાઇ કરવાના કારણે મનપા દ્રારા કાપ મુકવામાં આવ્યો છે.બીજી બાજુ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે જેને લઇને લોકો ત્રાહીમામ પોંકારી ઉઠયા છે.વોર્ડ નંબર 13 માં ગુરૂવારે પાણીનો કાપ મુકવામાં આવશે આ સાથે 150 ફૂટ રિંગ રોડ હેડ વર્કર્સ અંતગર્ત વોર્ડ નંબર 1,2,9, અને 10 સહિત રેલનગર હેડ વર્કર્સ અંતગર્ત વોર્ડ નંબર 3, ચંદ્રશેખર નગર હેડ વર્કર્સના અંતગર્ત વોર્ડ નંબર 8 કાપ રહેશે અને જેને લઇને લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો-તમારા સંબંધોમાં વધુ સારા બનવાની અને રોમાંસની માત્રા વધારવા માટેની ટિપ્સ જાણી લો…

ગુજરાતમાં હજુ પણ ચાર દિવસ પડશે કાળઝાળ ગરમી, આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે અને આ વચ્ચે આ પાણીના(Water) કાપને લઇને ચોક્કસથી સામાન્ય જનતાને હેરાન થવાનો વારો આવ્યો છે.

નંદકિશોર સોસાયટી, રાધાનગર, પટેલ પાર્ક, પૂર્ણિમા સોસાયટી, જલશક્તિ સોસાયટી, દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભક્તિધામ, દેવનગર, મેઘમાયાનગર સાથે ધણા બધા વિસ્તારોમાં પાણીનો (Water) કાપ મુકવામાં આવ્યો છે જેને લઇને સામાન્ય જનતાને કાળઝાળ ગરમીમાં પાણી(Water) વગર રહેવાનો વારો આવ્યો છે અને આગામી ત્રણ દિવસ પણ પાણી વગર જ રહેવાના છે જેના કારણે લોકો એ પાણીની બચત રાખવી પણ જરૂરી બની ગઇ છે.

આગામી થોડા દિવસોમાં તાપમાનમાં વધારો થશે અને તેની સાથે ગરમ હવા ફુંકાવાની પણ આગાહી કરવામાં આવી છે જેને લઇને લોકોને કામ વગર બહાર ના નિકળ્વા હવામાન વિભાગ દ્રારા સુચના આપવામાં આવી છે

Your email address will not be published.