ગણેશજીના અતિપ્રિય ચુરમાના લાડુની નવી રેસિપી અમે તમને જણાવી રહ્યા છીએ, આ રીતથી બનાવો લાડુ

| Updated: May 4, 2022 10:00 am

શહેરમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો છે. ભક્તો ભગવાનને વિવિધ પ્રકારના ભોગ અર્પણ કરી રહ્યા છે. આજે ગણેશોત્સવમાં અમે તમને સ્પેશિયલ ચુરમાના(Churma Ladu) લાડુની રેસિપી જણાવી રહ્યા છીએ

સામગ્રી:
ઘઉંનો લોટ – 1 અથવા 1/2 કપ ઝીણો, બેસન – 1/4 કપ, રવો / સોજી – 1/4 કપ, તેલ – 1 1/2 ચમચી, પાણી – 1/2 કપ, ઘી – 1/4 કપ, તેલ – 2 કપ તળવા માટે, ગોળ – 1/3 કપ, દળેલી ખાંડ – 1-1/2 ચમચી, જાયફળ – 1/8 ચમચી, ખસખસ – 1 ટીસ્પૂન, કિસમિસ – સજાવટ માટે.

રીત:

કઢાઈમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ અને સોજી અથવા રવો લો. તેમાં 1 1/2 ચમચી તેલ અને 1/2 કપ પાણી ઉમેરો. બધું મિક્સ કરીને લોટ બાંધો. હવે આ લોટને તમારા હાથમાં લો અને તેને મુઠ્ઠી જેવો આકાર આપો. આખા કણકના મુઠીયા બનાવીને બાજુ પર રાખો. હવે તેને તળવા માટે તેલ ગરમ કરો. ધીમી આંચ પર તેલ ગરમ કરો અને ઉંચી આંચ ન રહે તેનું ધ્યાન રાખો. 4 થી 5 મિનિટ સુધી સારી રીતે શેકી લો, જ્યારે તે સોનેરી રંગનો થઈ જાય ત્યારે તેને બહાર કાઢી લો. વધારાનું તેલ શોષી લેવા માટે તેમને કિચન નેપકિન પર મૂકો. હવે તેને ઠંડુ થવા માટે રાખો. મુઠિયાના નાના-નાના ટુકડા કરી તેને મિક્સરમાં પીસીને ઝીણો પાવડર બનાવી લો. આ પાઉડરને ચાળણી દ્વારા ગાળી લો. જો થોડા નાના ટુકડા રહી જાય તો ફરીથી મિક્સરમાં બારીક વાટી લો.

સૌ પ્રથમ જાયફળને બારીક પીસીને ચુરમાના(Churma Ladu) મિશ્રણમાં ઉમેરો. જો તમે ઈચ્છો તો કિસમિસ જેવા ડ્રાય ફ્રૂટ્સનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એક પેનમાં ઘી ગરમ કરવા માટે રાખો અને તેમાં ગોળ ઉમેરો. ગોળ ઓગળવા લાગે અને તમે તેને ઘી પર તરતો જોશો કે તરત જ ગેસ બંધ કરી દો. ચુરમા પર ઓગળેલુ ઘી અને ગોળનું મિશ્રણ રેડો. ઈચ્છા મુજબ દળેલી ખાંડ ઉમેરો. હવે ચુરમાના મિશ્રણમાં(Churma Ladu) બધું બરાબર મિક્સ કરી લો.

આ પણ વાંચો -આજે વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની આ રીતથી પૂજા કરો, જાણો મુહૂર્ત, મંત્ર અને મહત્વ

આ મિશ્રણને લાડુના મોલ્ડમાં રેડો અને તેને મનપસંદ આકાર આપો. તમે ચુરમાના લાડુની (Churma Ladu) ઉપર ખસખસ વડે ગાર્નિશ કરી શકો છો.તો તૈયાર છે ગણેશજીના અતિ પ્રિય ચૂરમાના લાડૂ(Churma Ladu)

Your email address will not be published.