હવામાન: આગામી દિવસોમાં પડશે શીતલહેર, પડશે હજુ ઠંડી

| Updated: January 14, 2022 6:45 pm

હવામાન વિભાગ દ્વારા 14 તારીખ સુધી આગાહી આપવામાં આવી છે અને તે પ્રમાણે આજ સુધી ઠંડીનો ચમકારો જોવા પણ મળ્યો છે.આજ સવારથી જ ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો.અને તેની સાથે ફરી આગાહી કરવામાં આવી છે કે આવતા દિવસોમાં ઠંડી વધુ જોવા મળશે અને આ તાપમાનમાં ધટાડો જોવા મળશે અને ઠંડી વધશે.આવનારા દિવસોમાં વરસાદ પણ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

શીતલહેરની સંભાવનાને ધ્યાનમાં લઇને લોકોનો સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને તેની સાથે જ આ જેથી ઠંડા પવન ઘરમાં ન આવે. ફ્લૂ, વહેતું/ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે જેને લઇને વધુ ધ્યાન રાખવા માટે અને રોગચાળાથી બચવા અપીલ કરવામાં આવી છે.

પવન, વરસાદ, બરફના સંપર્કમાં આવવાથી બચવા માટે મુસાફરી ઓછી રાખો અને હવામાનથી બચીને રહો.કોવિડ-19 અને અન્ય શ્વસન ચેપથી બચાવવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરો અને તમારૂ અને તમારી ફેમિલીનું ધ્યાન રાખો

સતત કોરોના કેસોની સાથે ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને તેને લઇને હવામાન વિભાગ દ્વારા સાવધાની રાખવા વિંનતી કરવામાં આવી છે.

Your email address will not be published.