વોટ્સએપ આજથી નવું રિએકશન ફિચર રોલ આઉટ કરશે

| Updated: May 6, 2022 12:40 pm

ઇન્સ્ટન્ટ મેસેજિંગ જાયન્ટ વોટ્સએપ તેના તમામ યુઝર્સ માટે ‘રિએક્શન’ ફિચર આજથી લોન્ચ કરી રહ્યું છે.મેટાનાં સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમના ફેસબુક એકાઉન્ટ પર વોટએપનાં નવા અપડેટની જાહેરાતના કર્યાના લગભગ બે અઠવાડિયા પછી આ ફિચર આવ્યું છે.

ઝકરબર્ગે કહ્યું હતું કે, વોટ્સએપ વધુ એક્સપ્રેશન્સ સામેલ કરશે જેનાથી આભાર (થેન્કસ) અને પ્રશંસા (અપ્રીશિએશન )ની લાગણી સારી રીતે વ્યક્ત કરવામાં મદદ કરશે.

ઝકરબર્ગે ફેસબુક પર લખ્યું હતું કે, વોટ્સએપ પર રિએકશન્સ ફિચર આજથી રોલ આઉટ થશે. અમે થેન્કસ અને અપ્રીશિએશન માટે (હાથ જોડેલા ઇમોજી) નો સમાવેશ કરી રહ્યા છીએ.વધુ એક્સપ્રેશન્સ ટૂંક સમયમાં આવશે.
ગયા મહિને, વોટ્સએપે જણાવ્યું હતું કે, તે તેના યુઝર્સ માટે ‘કમ્યુનિટી’ અને ‘વોઇસ કોલ’ માં ફેરફાર સહિત અનેક ફિચર્સ રોલઆઉટ કરશે. ફેસબુકની આ એપ વોઈસ કોલ ફીચરને પહેલેથી જ રોલઆઉટ કરી ચૂકી છે, પરંતુ કોમ્યુનિટી ફીચર હજુ ડેવલેપમેન્ટ હેઠળ છે.

વૉટ્સએપ એપ પર લેટેસ્ટ અપગ્રેડની વાત કરીએ તો ‘રિએક્શન’ ફીચરથી યૂઝર્સને સિંગલ મેસેજ પર ઈમોજીસ મોકલવામાં સરળતા રહેશે. અત્યાર સુધી યુઝરને મેસેજ પર રિએક્ટ કરવા માટે ઇમોજી ટાઇપ કરવા પડતા હતા. જો કે આજથી તમે જે મેસેજ પર રિએક્ટ કરવા માંગો છો તેને માત્ર ટેપ અને હોલ્ડ કરીને ઇમોજી મોકલી શકશો. વોટ્સએપ રિએક્શન ફીચર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જરની જેમ જ કામ કરશે.

વોટ્સએપ રિએક્શન ફીચર કેવી રીતે કામ કરે છે?
સ્ટેપ 1: વોટ્સએપ ચેટ ખોલો
સ્ટેપ  2: તમે જેના પર રિએકશન આપવા માંગો છો તે મેસેજને પ્રેસ અને હોલ્ડ કરો
સ્ટેપ 3: એપ છ જુદા જુદા ઇમોજીસ બતાવશે
સ્ટેપ 4: તમને ગમે તે ઇમોજી પર તમારા અંગુઠાને ખેંચો અને  છોડી દો
સ્ટેપ 5: તમારું રિએક્શન તે મેસેજ પર તરત જ દેખાશે.
એપ્રિલમાં, વોટ્સએપે એક વોઇસ કોલ ફીચર રજૂ કર્યું હતું, જેના લીધે હવે કોલ્સમાં એક સાથે  32 લોકો જોડાઇ શકે છે. અગાઉ વોટ્સએપ વોઇસ કોલમાં માત્ર આઠ લોકો જ જોડાઇ શકતા હતા.

વધુ વાંચો: ગુજરાત: ડ્રોન ઓપરેશન ITI અભ્યાસક્રમનો ભાગ બનશે 

Your email address will not be published.