યુક્રેનની ગણિતશાસ્ત્રી ફીલ્ડ્સ મેડલ જીતનારી બીજી મહિલા બની

| Updated: July 6, 2022 10:56 am

યુક્રેનની ગણિતશાસ્ત્રી મેરિના વાયોવ્સ્કાને ફિલ્ડ્સ મેડલ એનાયત કરવામાં આવ્યો છે જેને ગણિતનું નોબેલ પ્રાઇઝ પણ કહેવામાં આવે છે. 40 વર્ષથી ઓછી ઉંમરનાં ગણિતશાસ્ત્રીઓને દર ચાર વર્ષે ફિલ્ડ્સ મેડલ એનાયત કરવામાં આવે છે.ફીલ્ડ્સ મેડલ જીતનારી તે બીજી મહિલા છે.

મેરીના વાયોવ્સ્કાને 5 જૂને અન્ય ત્રણ ગણિતશાસ્ત્રીઓની સાથે ફીલ્ડ્સ મેડલ એનાયત કરાયો હતો. વાયાઝોવ્સ્કા હાલમાં સ્વિટ્ઝર્લેન્ડની ઇકોલે પોલિટેકનિક ફેડરલ ડી લોસાનેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિક્સમાં નંબર થિયરીના ચેરમાં પ્રોફેસર છે.

ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયને જણાવ્યું હતું કે, વિઆઝોવ્સ્કાને સદીઓ જૂનાં ગાણિતિક સમસ્યા(મેથેમેટિક પ્રોબ્લેમ)ને ઉકેલવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. ફિલ્ડ્સ મેડલથી સન્માનિત અન્ય ત્રણ વ્યક્તિઓમાં યુનિવર્સિટી ઓફ જીનીવાનાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હ્યુગો ડેમિનીલ-કોપિન, ઓક્સફર્ડ યુનિવર્સિટીના બ્રિટીશ ગણિતશાસ્ત્રી જેમ્સ મેનાર્ડ અને પ્રિન્સટનના કોરિયન-અમેરિકન ગણિતશાસ્ત્રી જૂન હુહનો સમાવેશ થાય છે.

ફિલ્ડ્સ મેડલ દર ચાર વર્ષે એનાયત કરવામાં આવે છે અને સામાન્ય રીતે ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ મેથેમેટિક્સ ખાતે તેની જાહેરાત કરવામાં આવે છે.આ વખતે તે રશિયામાં યોજાવાની હતી પરંતુ તેને ફિનલેન્ડના હેલસિન્કીમાં ખસેડવામાં આવી હતી. પ્રથમ ફિલ્ડ્સ મેડલ 1936માં એનાયત કરવામાં આવ્યો હતો અને 1950થી દર ચાર વર્ષે એનાયત કરવામાં આવે છે.

યુક્રેનની ગણિતશાસ્ત્રી મેરિના વાયઝોવ્સ્કાએ ફિલ્ડ્સ મેડલ જીત્યો હતો, જે ગણિતમાં તેમનાં ઉત્કૃષ્ઠ યોગદાનનું સન્માન છે. વિયાઝોવ્સ્કા 86 વર્ષમાં ફિલ્ડ્સ મેડલ જીતનારી બીજી મહિલા છે. ફીલ્ડ્સ મેડલ જીતનારી પ્રથમ મહિલા મરિયમ મિર્ઝાખાની હતી જેને 2014માં મેડલ એનાયત કરાયો હતો.

વિયાઝોવ્સ્કાનો જન્મ 1984માં યુક્રેનના કીવમાં થયો હતો, જે તે સમયે સોવિયેત સંઘનો એક ભાગ હતો. તેઓ 2017થી સ્વિટ્ઝર્લેન્ડના ઇકોલે પોલિટેકનિક ફેડરલ ડી લુસાનેમાં પ્રોફેસર છે.

તેમને સદીઓ જૂની ગાણિતિક સમસ્યા, “સ્ફિઅર પેકિંગ પ્રોબ્લેમ”ના ઉકેલ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સમસ્યા એ હતી કે સૌથી વધુ ગીચોગીચ આવી શકે તે માટે કેટલા તોપના ગોળાઓ ભેગા કરવા જોઈએ. આ સમસ્યા 16મી સદીની છે.

જ્યારે વાયઝોવ્સ્કા કાયવની તારાસ શેવચેન્કો નેશનલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની હતી, ત્યારે ચાર વર્ષ સુધી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટેની આંતરરાષ્ટ્રીય ગણિત સ્પર્ધામાં ભાગ લીધો હતો અને 2002 અને 2005માં પ્રથમ નંબરે રહી હતી. વાયઝોવ્સ્કાએ કૈઝરસ્લોટર્ન યુનિવર્સિટીમાંથી માસ્ટર અને 2013માં બોન યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી.

Your email address will not be published.